બ્યુરો ચીફ કેતન ભટ્ટ.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી ગરબાડા ચોકડી દાહોદ ખાતે વાહન માલિકોએ તેમના વાહનોનું www.parivahan.gov.in/- પર પસંદગીનો નંબર મેળવવા રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે http://parivahan.gov.in/fancyપર નોંધણી,યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક ન આઈ.ટી/પસંદગીનનંબર/ઓનલાઈનઓક્શનની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.ઈ ઓક્શન શરૂ કરવાની તા. ૨૮ માર્ચ તેમજ ઈ ઓક્શન પૂર્ણ થવાની તા. ૩૦ માર્ચ ૨૦૨૪ રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતીથી નંબર ફાળવી દેવામાં આવશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારશ્રીને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે.
નોંધ : અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

