Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા એગ્રો એસોસિયેશન દ્વારા નાયબ ખેતી નિયામકશ્રીને યુરિયા સાથે આવતું ટેગિંગ બાબતેયુરિયા સાથે અન્ય પ્રોડક્ટ આપતા આવેદન

પંકજ પંડિત

દાહોદ જિલ્લા એગ્રી ઇનપુટ ડીલર એસોસિએશન દ્વારા જિલ્લા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ને ગુરુવારના રોજ આવેદન આપવામાં આવેલ જેમાં યુરિયા સાથે બિનજરૂરી નેનો ડીએપી,નેનો યુરિયા, એનપીકે, એએસ, નર્મદા ફોસ તેમજ IPL નું પોલીહેલાઇટ જેવી પ્રોડક્ટ જેનો દાહોદ જિલ્લામાં વપરાશ ખુબજ ઓછો થાય છેતેમ છતાં લાયસન્સ ધારક વિક્રેતાઓને આપવામાં આવતા આર્થિક બોજો વિક્રેતા ઉપર પડી રહેલ છે. યુરિયા સાથે આવતી બીજી પ્રોડક્ટ ખેડૂતને ના જોઈતી હોય તોહ પણ વિક્રેતાને કંપનીઓ તેમજ નિગમ ફેડરેશન દ્વારા આપવામાં આવતા યુરિયા સાથે આપવી પડતી હોય છે જેથી ખેડૂત અને વિક્રેતા સાથે ઘર્ષણ થાય છે અને યુરિયાના વધુ ભાવ લે છે તેવા આક્ષેપો થાય છે જેથી કરીને વિક્રેતાઓના માન પ્રતિષ્ઠા ખરડાય છે જે અંતર્ગત ગુરુવારના રોજ નાયબ ખેતી નિયામક વિસ્તારને આવેદન આપવામાં આવેલ અને જો ટેગિંગ બંધ ના થાય તોહ લાયસન્સ વિક્રેતા યુરિયા સાથે બિનજરૂરી પ્રોડક્ટ આવશે તોહ યુરિયાનો સ્વીકાર કરશે નહીં તેવું જણાવેલ.આ આવેદન રાસાયણિક ખાતર યુરિયા સાથે અન્ય પ્રોડક્ટનું ટેગિંગ ન થાય તે બાબતે દાહોદ જિલ્લા ખાતર એસોસિએશન દ્વારા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ને આપવામાં આવેલ.

Share

Related posts

PHC થેરકા ખાતે જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરના માઇ ભક્તોનું પગપાળા સંઘ અંબાજી યાત્રાએ જવા નીકળ્યું

gujaratjanekta

પાનમ યોજના વર્તુળમાં ફરજ બજાવતા રોજમદારનું અવસાન થતા વારસ પત્નીને સહાય, લાભો ચૂકવવા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial