Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

“માંડવીમાં મંદિર ચોરી-મ્યુઝિક ફુવારાની કેબલ ચોરી ઉકેલાઈ”

માંડવી:-

માંડવી શહેરમાં એક તરફ મંદીર ચોરી અને બીજી તરફ પાલિકા દ્વારા હાલમાં શરૂ કરાયેલા મ્યુઝિક ફાઉન્ટેનના કેબલ તેમજ અન્ય સામગ્રીની ચોરીના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા હતા.

શહેરમાં સુરક્ષા સેતુ યોજના અંતર્ગત લગાવવામાં આવેલાકેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવા છતાં માંડવી પોલીસે બંને ચોરીના ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને ચોરીના સમગ્ર મુદામાલ સાથે ઝડપી લેવાયો છે.

માંડવીના મંદિરમાં અને ટોપણસર તળાવના રૂમમાં ચોરીના બનાવને અંજામ આપનાર આરોપી વિનોદ નારાણ મારવાડી,મારવાડા વાસ, માંડવીને ઝડપી લેવામાં આવ્યો છે.પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ કુલ રૂપિયા 19,750નો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.પીઆઈ સી.વાય. બારોટ તથા વી.વી. ભોલાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ રામ ગઢવી, કિરણ ચૌધરી અને વિશ્રામ પટેલને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મંદીર ચોરીમાં પિત્તળની ઠાકોરજી મૂર્તિ પિત્તળની રાધાજીની મૂર્તિ ચાંદીના છત્રો ચાંદીની લોટી તાંબાનું તપેલું તેમજ પાલિકાના ટોપણસર તળાવ કિનારે મુકાયેલા મ્યુઝિક ફાઉન્ટેનનો મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ

gujaratjanekta

ઝાલોદમાં આંગણવાડીના ભૂલકાંઓએ તિરંગા યાત્રા યોજી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા

gujaratjanekta

વડોદરા: વડોદરામાં 4.62 લાખની કિંમતના ચરસ સાથે બે આરોપીની ધરપકડ, 3 વોન્ટેડ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial