બ્યુરો કેતન ભટ્ટ.
અંતિમનો ઉદય એટલે અંત્યોદય, કેન્દ્ર અને રાજ્યની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અંતિમ લાભાર્થીઓ સુધી પહોંચી રહયો છે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ
દાહોદ:- દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી PM SURAJ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત દાહોદમાં પંડિત દિન દયાળ ઓડિટરીયમ ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર અને મહાનુભાવોના હસ્તે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ ૩૭ જેટલી ફિમેલ હેલ્થ વર્કર્સને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકેના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા
આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે, છેવાડાના માનવીના વિકાસની યોજનાઓ અને તમામ વચનો પુરા કર્યા હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે એમ જણાવીને કહ્યું હતું કે ,”આપણે બધા જ લોકો વડાપ્રધાનના પરિવાર છીએ વધુમાં તેમને ઉમેર્યું કે કેન્દ્ર અને રાજય સરકાર હંમેશા છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરીયાતો સંતોષાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહી છે. આપણી આ વિકાસ યાત્રા માત્ર દેશ પુરતી જ નહિ પરંતુ વિશ્વના દેશોમાં પણ વિકાસની દ્રષ્ટીએ આગળ વધારવાનો સંકલ્પ છે રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં દેશભરના ૫૨૨ જેટલા જિલ્લાઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જેમાં શ્રમિકો, સફાઈ કર્મચારીઓ અને ટેન્ક ક્લીનર્સને વિવિધ સહાયના લાભ વિતરણ થકી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ- સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુંઅલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને વર્ચ્યુઅલ કાર્યક્રમને ઉપસ્થિત સૌ મહાનુભાવો એ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમ નિમિતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવોના હસ્તે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ ૩૭ જેટલી ફિમેલ હેલ્થ વર્કર્સને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકેના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા.
આ અવસરે જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ શાબ્દિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે સામાજિક ઉત્થાન માટે રોજગાર આધારિત જનક કલ્યાણ નું લોન્ચિંગ વંચિતો માટે આશીર્વાદ સમાન બનશે.
આ કાર્યક્રમ નિમિતે, સાંસદ સભ્યશ્રી જશવંતસિંહ ભાભોર, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, શ્રી જયેશ ઉપાધ્યાય, શ્રી અમોલ આવતે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત , નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજ દેસાઈ,ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ નાયબ નિયામક શ્રી વસાવા સહિત નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

