Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમાં રામનવમી નિમિત્તે રામોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી

સોલંકી કિશોરસિંહ,

રામનવમીના દિવસે દાહોદમાં રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી,રામનવમી એ હિંદુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે, જે ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ પર આવે છે, રામ નવમીના દિવસે, ભગવાન રામના જન્મ અને તેમના જીવનના વિવિધ પ્રસંગોને યાદ કરવામાં આવે છે. આ તહેવારને ભગવાન રામના ભક્તો દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ઉજાસથી ઉજવવામાં આવે છે.રામ નવમીના દિવસે, ભગવાન રામના મંદિરોમાં વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવે છે. ભક્તો ભગવાન રામની પૂજા કરે છે.રામનવમીના દિવસે દાહોદમાં રામયાત્રામાં વિવિધ પ્રકારના ઝાંકીઓ કાઢવામાં આવી હતી, જેમાં આદિવાસી નૃત્ય, મંડળી રાસ ગરબા, શિવજી ની ઝાખી, વગેરે વિવિધ પ્રકારની ઝાખી કાઢવામાં આવી હતી.દાહોદની ધર્મ પ્રેમીજનતાએ આ રામ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો, બાળકો મહિલાઓ જોડાયા હતા, આ રામ યાત્રા ઠક્કર ફળિયાસ થઈ, સ્ટેશન રોડ, ચાર થાંભલા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન થઈ, આ યાત્રા બિરસા મુંડા સર્કલ થઈ પાછી આ યાત્રા ઠક્કર સ્થિત રામ મંદિર ખાતે આ યાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું.આ રામયાત્રામાં ઠંડી છાશના સ્ટોલ, શરબતનો સ્ટોલ હતું ઠંડા પાણીની બોટલ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું આવ્યું હતું.

Share

Related posts

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની જ્ઞાનોદય મોડેલ સ્કૂલ,તલાવડીનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર

gujaratjanekta

આયુષ્માન કાર્ડની મદદથી શિલ્પાબેન અને તેમના નવજાત બાળકને મળ્યું નવજીવન મને સિકલસેલ રોગ છે એની જાણ નહોતી પણ આરોગ્યની ટીમે મને મદદ કરી

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ચૂંટણી પ્રચાર અર્થે વપરાશમાં લેવામાં આવતાં વાહનો અંગેનું દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેનું જાહેરનામું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial