પંકજ પંડિત
લીમડી ગામ થી ઝાલોદ તરફ જતા માર્ગમાં ટાંડી વાળા વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી પુષ્કળ પ્રમાણમાં વર્ષોથી ભેગું થાય છે તેના કારણે આવા પાણીમાં રોગજન્ય મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને અહી આજુબાજુમાં વસવાટ કરતા લોકો તેમજ ધંધો કરતા ધંધાદારીઓમાં રોગ ફાટી નીકળવાની સંભાવનાઓ તેમજ અહીં ધંધો કરતા તથા રહેતા તેમજ પગે ચાલીને જતા રાહદારીઓ, મોટરસાઈકલ, કાર અને નાના મોટા તમામ પ્રકારના વાહન ચાલકો જે અહીંથી પસાર થાય છે તે તમામને ખુબ જ મુશ્કેલી પડી રહી છે જેના લીધે રસ્તો પસાર કરવામાં તકલીફ ઉભી થાય છે.અગાઉ અહી ગંભીર પ્રકારના અકસ્માતો થયેલ છે જેના કારણે મોટરસાઈકલ ચાલકો નું મોત પણ નીપજેલ છે અને હાલ દરરોજ કોઈક ને કોઈક મોટરસાઈકલ ચાલક ની મોટરસાઈકલ પણ સ્લીપ ખાય છે અને ગંભીર તેમજ સામાન્ય ઈજાઓ પણ થાય છે અને ઘણી વાર રોડ ઉપર રહેલા પાણીને ટાળવા જતા મોટરસાઈકલ ચાલકો કાર તેમજ મોટા વાહનોમાં ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે.આ બાબતની રજૂઆત લીમડી ગ્રામપંચાયત ના સભ્ય શિરિષ બામણીયા દ્વારા અવાર નવાર વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે અને બીજી સામાન્ય સભામાં તેમજ ૧૫ ઓગષ્ટની ગ્રામસભામાં પણ રજૂઆત કરવામાં આવેલ છે.તેથી લીમડી ગ્રામ પંચાયતના સભ્ય શિરિષ બામણીયા દ્વારા ખાસકિસ્સામાં વિનંતી કરવામાં આવી છે કે, આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે ગટર બનાવવાનું કામ ચાલુ કરી માર્ગ ઉપર ભેગું થયેલ પાણીનો નિકાલ કરવામાં આવે અને જો આ સમસ્યાનો નિકાલ કરવામાં નહિ આવે તો જાહેર હિતને ધ્યાનમાં લઇ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન/ધરણા પ્રદર્શન કરવા મજબુર થઈશું તેવી ચીમકી લીમડી ગ્રામપંચાયતના સભ્ય શિરિષ બામણીયા એ ઉચ્ચારી છે.

