Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સરકારી નોકરી/યોજનાઓ

તરસાલી આઇ ટી આઇ વડોદરા ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

વડોદરામાં મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, તરસાલી, વડોદરા દ્વારા મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક રોજગારની કચેરી,આઈ ટી આઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે તા. ૦૬-૦૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવશે.

        આ શિબિરમાં વડોદરા જીલ્લા અને અન્ય જીલ્લાના નોકરીદાતાઓ હાજર રહેશે. ટેકનિકલ તેમજ નોન ટેકનીકલ જગ્યાઓ માટે ધો. ૧૦ – ૧૨ પાસ, તમામ આઈટીઆઈ ટ્રેડ, ડિપ્લોમા મિકેનીકલ, ઇલેકટ્રીકલ, ગ્રેજયુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના સ્ત્રી-પુરુષ ઉમેદવારો માટે આવેલ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.

        આ શિબિર દરમ્યાન રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ જેમાં સ્વરોજગાર લોન, સહાય, સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર, શિક્ષણની તકો, સેફ લીગલ માઈગ્રેશન તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે ઉમેદવારોને વિનામુલ્યે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

        ઇચ્છુક ઉમેદવારોને સ્વખર્ચે રીઝ્યુમ તથા જરૂરી ડોક્યુમેન્ટસ સાથે જણાવેલ સ્થળે તેમજ સમયે હાજર રહેવા જણાવાયુ છે.

Share

Related posts

દાહોદ કમલમ ખાતે વેહલી સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી : દાહોદ ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

gujaratjanekta

દાહોદમાં “ભારત જોડો ન્યાય યાત્રા કાર્યક્રમ અનુસંધાને પદયાત્રા/વાહનયાત્રા અનુસંધાને ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું

gujaratjanekta

GUJARAT માં ગુજરાતીના બદલે બંગાળી, હિન્દી, પંજાબી અને અન્ય ભાષામાં મતદાર યાદીમાં નામ !!?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial