Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોનધારકો માટે રાહતના સમાચાર, RBI દ્વારા રેપો રેટમાં કોઇ જ વધારો નહીં

પ્રાપ્ત માહિતિ પ્રમાણે હોમ લોન અને કાર લોનની વધતી જતી EMIને કારણે લોકોના ખિસ્સા પર અસર કરે છે  એવામા તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની પ્રથમ બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
એટલે કે હજુ પણ રેપો રેટનો દર 6.50% પર જ રહેશે. મીટિંગ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ વ્યાજ દરમાં 0.25%નો વધારો કરી શકે છે. આરબીઆઈની આ જાહેરાતના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. ત્રણ દિવસથી ચાલી રહેલી આરબીઆઈની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રેપો રેટ વધારવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારે છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ નાણાકીય વર્ષ 2022-23 માટે રેપો રેટમાં વધારો કર્યો હતો.

Share

Related posts

દાહોદની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઈસરો/ડીએસઓ ઇન્ટર્નશિપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણનો ત્રાસ! આ વિસ્તારોની હવા ખૂબ જ ઝેરી છે, શું ફરી પ્રતિબંધો વધશે?

Admin

દેસાઈવાડા તળાવ ખાતે પીપળના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ વધના દિવસે દશમ ઉજવવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial