Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

R&B પંચાયત અને સ્ટેટના બે ગુજરનાર રોજમદારોના વારસોને રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય તેમજ લાભો ચૂકવવા બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ગુજરાત સરકાર ગાંધીનગર ના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગ પંચાયત  લુણાવાડા મુકામે રોજમદાર તરીકે તારીખ ૨૪/૧/૭૮ થી ફરજ બજાવતા કાળાભાઈ હીરાભાઈ વણકર તથા નાયબ કાર્યપાલક ઇજનેર સ્ટેટ વિભાગમાં રોજમદાર તરીકે તારીખ ૨૧/૧૨/૮3 થી ફરજ બજાવતા અને તેમાં હાજર થયા. તેમની નોકરીના દરમિયાન સરકારશ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા પરંતુ નોકરીના દરમિયાન નિવૃત્તિ પહેલા અકાળે કાળાભાઈ વણકર નું તારીખ ૨૭/૪/૧૨ના રોજ તથા રણછોડભાઈ પાંડોરનું તારીખ ૬/૩/૧૯ ના રોજ અવસાન થવા પામેલ બંને કામદારો ના વારસોને નિયમો અનુસાર બાલુબેન કે વણકર તથા અખમ બેન આર પાંડોર ને ફેમિલી પેન્શન ચુકવણી કરવામાં આવેલ પરંતુ ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણવાના બદલે દસ વર્ષની નોકરી કપાત કરી પેન્શન ના લાભો આપવામાં આવેલ તેમજ અવસાન બાદ તેઓની મૃત્યુ સહાય ચૂકવવા બાબતે સરકારશ્રીનો તારીખ ૫/૭/૧૧ પરિપત્રના હોવા છતાં તે લાભોથી પણ વંચિત રાખવામાં આવેલ તે બાબતે ગુજરાતના એ વારસો ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ જેમાં ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી તેમને મળવાપાત્ર રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય અને અન્ય લાભો ચૂકવવા અંગેની દાદ માંગે જે કેસ ચાલી જતા ફેડરેશન અને અરજદાર તરફે હાજર રહેલ એડવોકેટ દિપક આર દવે દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા બંને ગુજરનાર ના વારસોને રિવાઇઝ પેન્શન તથા મૃત્યુ સહાય તેમ જ અન્ય લાભો ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ થતા વારસ પરિવારોમાં આનંદ પ્રસરી જવા પામ્યો હતો.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદ જિલ્લાના તરવાડીયા વજા પ્રાથમિક સ્કુલમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખાતે રંગોળી દ્વારા પ્રેરક સંદેશો અપાયો

gujaratjanekta

ધાવડીયાની મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

gujaratjanekta

કાંકણપુર ગામે ફાર્મ હાઉસમાંથી ૫૦૦ ના દર ની ડુબ્લીકેટ નોટો છાપતા બે ઈસમો તથા ઇલેક્ટ્રિક સાધનો સાથે દબોચતી ગોધરા એલ.સી.બી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial