Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વડોદરા – જમીન માલિકની બેદરકારીના કારણે 3 વર્ષની બાળકી 10 ફુટના ખાડામાં પડી જતા મોતને ભેટી, પોલીસે જવાબદાર સામે કરી કાર્યવાહી

પ્રાપ્ય માહિતી પ્રમાણે વડોદરા ના છાણી વિસ્તારમાં આવેલા યાગીનગર સ્થિત ગેલેક્સી બ્લીઝ કન્સ્ટ્રક્શન સાઇટ પર 10 ફુટ ઊંડા ખાડામાં પડી જતા 3 વર્ષની માસૂમ બાળકીનુ મોત નિપજ્યું હતુ. જેના પગલે છાણી પોલીસે જમીન માલિક વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જોકે આ પ્રકારે પોલીસે ત્વરીત કાર્યવાહી કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો માનવમાં આવે છે.ગેલેક્સી બ્લીઝ ક્ન્સ્ટ્રક્શન સાઇટ પર પીલ્લર ઉભા કરવા માટે 10 ફુટ ઊંડા ખાડા ખોદી રાખવામાં આવ્યાં હતા. આ ખાડા ખોદ્યા બાદ તેમા કોઇ પડી જાય તેવી સ્થિતિ હોવા છતાં ત્યાં તકેદારીના કોઇ પગલા લેવામાં આવ્યાં ન હતા. તેવામાં આ ખાડા નજીક ઝુપડામાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા સુરેશ રાયની ત્રણ વર્ષની દીકરી રમતા રમતા આ ખાડામાં પડી ગઇ હતી.

દીકરી ન દેખાતા પિતાએ તેની શોધખોળ કરતા તે 10 ફુટ ઊંડા ખાડામાં પડી ગઇ હોવાનુ જણાયુ હતુ. જે બાદ બાળકીને બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા. પરંતુ કોઇ પણ સફળતા હાથ લાગી ન હતી. તેવામાં જમીન માલિકે ખુદ ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હોવાનુ ટીપી-13 ફાયર સ્ટેશનના અધિકારી કિરણ બારીયાએ જણાવ્યું હતુ.

ફાયર બ્રિગેડને કોલ મળતાની સાથે સાડા અગ્યાર વાગ્યાની આસપાસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બનાવની જાણ છાણી પોલીસને થતાં પોલીસ ઇન્સપેક્ટર સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. જ્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક તરફ જે.સી.બીની મદદ લીધી અને બીજી તરફ ખાડામાં પડેલી બાળકીને દોરડા વડે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજીત 10 મિનીટમાં બાળકીને હેમખેમ રેસ્ક્યૂ કરી તાત્કાલીક સારવાર અર્થે 108માં સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી. પરંતુ કમનસીબે બાળકીને ટુંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી.

3 વર્ષની બાળકીના મોતને પગલે છાણી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં છાણી ગામ ઉંડા ફળીયામાં રહેતા જમીન માલિક હિતેન્દ્ર ઉર્ફે હિતેષ અંબાલાલ પટેલ દોષિત હોવાનુ જણાઇ આવ્યું હતુ. હિતેશ પટેલ દ્વારા પોતાની માલિકીવાળી જમીનમાં ખાડો ખોદી બેદરકારી દાખવી હોવાથી 3 વર્ષની બાળકી એક ફુટ ડાયામિટરની પાઇપમાં પડી જતા તેનુ મોત નિપજ્યું હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. જેથી પોલીસે આ મામલે હિતેશ પટેલ વિરૂદ્ધ બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અંગેની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી છે.

Share

Related posts

માહેશ્વરી સખી મહિલા મંડળ દાહોદ દ્વારા રાધે ગાર્ડનમાં માહેશ્વરી અને પાલીવાલ મહિલા સમાજ દ્વારા ફૂલબાતી ગણગોર ની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

ગરીબ વંચિત સહિત તમામ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે મંત્રી બચુભાઈ ખાબડ

gujaratjanekta

ઝાલોદ તાલુકા કક્ષાનો ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી મુંડાહેડા ગામ ખાતે કરાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial