Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેવગઢ બારીયા તાલુકાના લવારીયા ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી અચરાઈ હોવાની રજૂઆતને લઈ લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

પથિક સુતરીયા

લવારીયા ગામમાં મનરેગા યોજના હેઠળના અનેક કામોમાં ગેરરીતી.કાગળ ઉપર કામો પૂર્ણ બતાવી નાણા ઉપાડી લીધા હોવાની રજૂઆતગ્રામજનોએ રજૂઆત કરતા લોકપાલ દ્વારા તપાસ હાથ ધરાઈદેવગઢ બારીયા તાલુકાના લવારીયા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતી અચરાઈ હોવાની ગામજનો દ્વારા રજૂઆત કરાતા તપાસ હાથ ધરાઈ માત્ર કાગળ ઉપર થયેલા કામોની ગેરરીતી તપાસ મા બહાર આવશે કે કેમ જેવા અનેક સવાલો.પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકા ના અનેક ગામોમાં મનરેગા યોજના હેઠળ અનેક કામો મોટાપાયે ચાલી રહ્યા છે તો ક્યાંક કામો પૂર્ણ થયેલ જોવાઈ રહ્યા છે ત્યારે તાલુકાના લવરીયા ગામે પણ વર્ષ ૨૦૨૩/૨૪ મનરેગા યોજના હેઠળના અનેક કામો જેવા કે સી સી રોડ. માટી મેટલ રોડ. કુવા . કેટલ શેડ જેવા અનેક કામોને મંજૂરી મળી હતી જે મંજૂરી મળ્યા પછી જે તે લાભાર્થીના નામે કેટલાક મળતીયઓ દ્વારા અધિકારીઓ સાથે સાઠ ગાઠ કરી ખોટા પુરાવા ઉભા કરી મનરેગા યોજના અંતર્ગત કરેલા કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી જેમાં મટીરીયલ મા વધુ નાણા નો ખર્ચ બતાવી લેબર નો ખર્ચ ઓછો બતાવી મોટા પાયે ગેરરીતી આચરી હોવાનુ ગ્રામજનોના ધ્યાને આવતા ગામમાં મનરેગા યોજના ની યાદી પ્રમાણે કામ થયેલ ના હોવાનું જણાય આવતા ગ્રામજનો દ્વારા આ બાબતે સ્થાનિક અધિકારીથી લઈ ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા મનરેગા યોજના હેઠળ થયેલા કામોની ગેરરીતી ની તપાસ માટે સરકાર દ્વારા જિલ્લામાં લોકપાલ ની નિમણૂક કરવામાં આવી છે તે લોકપાલ દ્વારા લવારિયા ગામે સ્થળ તપાસ હાથ ધરવામાં આવતા ગેર રીતી આચરનાર લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે ત્યારે લોકપાલ દ્વારા લવારીયા ગામના મુખ્ય રસ્તા થી લઇ નાનસિંગ અમરા ના ઘર સુધી જે નવીન બનેલ માટી મેટલ તેમજ આરસીસી રોડ ની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લવારીયા ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં કરોડો રૂપિયાની ગેરરીતી આચરાઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે ત્યારે લોકપાલ દ્વારા યોગ્ય તપાસ કરી ગરીબ ગ્રામજનોના નામે ગેરેરીતિ આચરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છેબોક્ષ ૧દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે ત્યારે શું આવી રીતના કાગળ ઉપર કામ પૂર્ણ બતાવી અન્ય ગામોમાં પણ મોટા પાયે ગેર રીતી અચરાતી હશે કે કેમ તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છેબોક્ષ ૨અગાઉ હિંદોળીયા ગામે પણ મનરેગા યોજના ના કામોમાં ગેરરીતી અચરાઈ હોવાની રજૂઆત કરતા ત્યાં પણ લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે પછી તેમાં કોઈ કાર્યવાહી હાથ ન ધરતા અરજદારો દ્વારા આ અંગે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી જેમા હાલના કલેક્ટર દ્વારા અરજદારને સાથે રાખી ફરીથી તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે આ બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી ત્યારે શું મોટા ગજાના નેતાઓ દ્વારા આ તપાસને રોકી દેવામાં આવતી હશે જેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે

Share

Related posts

મોબાઈલ પર પત્નીને ત્રણ તલાક આપતા પતિ સામે પોલીસ ફરિયાદ : જાણો વધુ

gujaratjanekta

ગૌરીવ્રત નિમિતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય કારઠ ખાતે મહેંદી સ્પર્ધા નું આયોજન કરાયું.

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશન ખાતે આવનાર ધૂળેટીના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial