Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કેશોદમાં પશુપાલન મંત્રીની જીત બાદ ઠેર ઠેર વિજય સરઘસ નીકળ્યું હતું

કેશોદ વિધાનસભાની બેઠક પર કેશોદના ઉમેદવાર દેવાભાઈ માલમનો 4208 મતે વિજય થયો હતો અને કેશોદમાં વિજય સરઘસ પણ નીકળ્યું હતું આ વિજય સરઘસમાં ગુલાલ તેમજ રૂપિયાનો વરસાદ થયો હતો દેવાભાઈને કુલ 55802 મત જ્યારે કોંગ્રેસના હીરાભાઈ જોટવાને 51594 મત મળ્યા હતા જ્યારે આપના રામજીભાઈ ચુડાસમા ને 24497 અને પક્ષના અરવિંદભાઈ લાડાણી ને 19274 ધનાભાઈ આત્રોલિયાને 762 અલ્પેશ કુમાર ત્રાંબડિયાને 378 જ્યારે અપક્ષના લલીતભાઈ ડેડાણીયા ને 611 મત મળ્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીનું ચૂંટણી ચિન્હ માટલું હોય ત્યારે વિજય સરઘસ દરમિયાન ભાજપના કાર્યકરોએ ઠેર ઠેર માટલા તથા ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ વિજય સરઘસમાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા બાદ કેશોદ બેઠક પર વિજેતા બનેલા દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે મારા મત વિસ્તારના મતદારો અને કાર્યકરોનો આભાર માનું છું કે મને ત્રણ વખત જિલ્લા પંચાયતમાં અને બે વખત વિધાનસભામાં ચૂંટણી કાઢ્યો છે આ વિસ્તારનો ઘણો વિકાસ કર્યો છે અને જે અધૂરો છે તે આગામી વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદ જિલ્લાના તરવાડીયા વજા પ્રાથમિક સ્કુલમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખાતે રંગોળી દ્વારા પ્રેરક સંદેશો અપાયો

gujaratjanekta

બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે ફોટા પડાવતા અને ભાષણો કરતા મંત્રીઓ અને મુખ્યમંત્રી બ્રીજ તૂટે ત્યારે જવાબદારી સ્વીકારે : અમિત ચાવડા

gujaratjanekta

પ્રાંત અધિકાર, ના.મામલતદાર સહિત ૪ સામે કલમ 306, 181, 182, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1) (10) મુજબ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial