Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરામાં બામરોલી રોડ પરના વિશાળ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં “કુમકુમ ગરબા મહોત્સવ” નું ભવ્ય આયોજન : ખેલૈયાઓ ગરબે ઘમુવા આતુર

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

 પંચમહાલ જિલ્લામાં અનેક ઉત્સવોનું ભવ્ય આયોજન થાય છે ત્યારે વર્ષ 2023માં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ ગદૂકપુર ચોકડી નજીક આવેલ વિશાળ પાર્કિંગ ધરાવતા ક્રિષ્ના પાર્ટી પ્લોટ ના પ્રાંગણમાં પંચમહાલ જિલ્લાના વિશાળ અને પારંપરિક શાનદાર ગરબા કુમકુમ ગરબા મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે.

ગરબા સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નવરાત્રી પૂર્વે તારીખ 12 અને 13 ઓક્ટોબર એટલે કે ગુરુવાર અને શુક્રવારના રોજ ગરબા ગ્રાઉન્ડ એટલે કે ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે સાંજે 4:00 કલાકે તમામ ખેલૈયા માટે નિશુલ્ક ફરી ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ખેલૈયાઓને ભાવભર્યુ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ ગરબા નો ઉદ્ઘાટન પ્રથમ નોરતે એટલે કે તારીખ 15 ઓક્ટોબરના રોજ ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયના મુકબધિર બાળકો દ્વારા કરવામાં આવશે તથા નવ દિવસ માતાજીની આરાધના સથવારે ગરબા રૂપી સંગીતના સૂરો રેલાવવા ગોધરાનું જૂનું અને જાણીતું કલાવૃંદ અવસર કલા મંદિર ના મુખ્ય ગાયક કલાકાર મનીષભાઈ ચૌધરી તથા ગોધરાનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરનાર ગોધરાની પ્રજ્ઞાચક્ષુ દીકરી હેપ્પી દેસાઈ સાથે સમગ્ર ટીમ પંચમહાલના ભક્તોને મોજ કરાવશે. પ્રથમ વાર ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં આયોજન ગોધરાના શાનદાર કુમકુમ ગરબા મહોત્સવ હમણાં ના દિવસોમાં ગોધરાની જનતા વચ્ચે ચર્ચાનો વિષય બનેલ છે.

જેના પાસ ની એડવાન્સ બુકિંગ માટે પણ હમણાંથી પડા પડી શરૂ થઈ ગઈ છે… મીડિયા પાર્ટનર તરીકે ઉદય ગુજરાત તથા રેડિયો પાર્ટનર તરીકે 93.1 ટોપ FM ની ટીમ જોડાયેલ છે. આવા ભવ્ય અને શાનેદાર સમગ્ર ગરબા મહોત્સવ નો ઇવેન્ટ મેનેજમેન્ટ પંચમહાલ‌ જિલ્લા ના સુપ્રસિદ્ધ સાંઈ ક્રિષ્ના ઇવેન્ટ‌ ગ્રુપ દ્વારા કરવામાં આવશે.

Share

Related posts

ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાના 150 મા જન્મદિવસ નિમિત્તે યોજાનાર યાત્રા અંતર્ગત મીટિંગ યોજાઈ

gujaratjanekta

G-20 માં ભારતનુ શાનદાર પ્રદર્શન : અરબ દેશોએ મળીને કર્યું એવું એલાન કે ચોંકી ઉઠી દુનિયા – જાણો વધુ

gujaratjanekta

રાજનીતિ – ‘કાઢી મેલે તો કાઢી મેલે!’ ગુજરાત સરકારના બે મંત્રીઓનો ગપશપ કરતો વીડિયો વાયરલ !?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial