Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કરણસિંહ ડામોર અને ઉપ્રમુખ તરીકે અરવિંદાબેન પટેલીયાની જાહેરાત

દાહોદ કેતન ભટ્ટ 

દાહોદ જિલ્લા પંચાયત સભાખંડમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર ની અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને ડંડકના નામ નું મેંડેટ પ્રદેશમાંથી આવતા તે નામોની જાહેરાત કરી આ પદ માટે માત્ર એક ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવતા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની દાહોદ કલેકટર હર્ષિત ગોસવિ દ્વારા DDO ઉત્સવ ગૌતમ ની ઉપસ્થિતિમાં બિનહરીફ જીતેલા જાહેર કર્યા હતા

 જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરણસિંહ ડામોર અને ઉપપ્રમુખ માટે અરવિંદાબેન સામતભાઈ પટેલીયા નું નામ જાહેર કરવામાં આવતા ભારત માતાકી જય ના નારાઓ થી સભાખંડમાં ગુંજી ઉઠ્યું હતું. તમામ ભાજપના હોદ્દેદારો અને મિત્ર વર્તુળ દ્વારા તેમજ સમાજના લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમાચાર જિલ્લામાં વાયુવેગે ફેલાતા જિલ્લાના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ તેમજ ડ્રોન ઉડાવી સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ કરી

gujaratjanekta

વડોદરામાં બિલ્ડરો અને ડેવલોપર્સનું મોટું કૌભાંડ : કૌભાડમાં કોર્પોરેશનનાં અધિકારીઓની પણ સંડોવણી

gujaratjanekta

સંતરામપુરમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓને કેટરીંગ સ્ટાફ દ્વારા સમયસર ભોજન ન મળતા અવ્યવસ્થા સર્જાઈ…

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial