Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લોકસભા / ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણ લડશે લોકસભાની ચૂંટણી : જાણો કઈ બેઠક પરથી મળી ટિકિટ

લોકસભા 2024ની ચૂંટણીને લઇ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહીં છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે દેશની તમામ લોકસભા બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા કરી ચુંટણી લડવાની તૈયારીઓ કરી રહીં છે. ત્યાં બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેવામાં આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમ્તા બેનર્જીએ TMC પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વડોદરાથી ક્રિકેટર યુસુફ પઠાણની પસંદગી કરવામાં આવી છે.

https://x.com/ANI/status/1766754334992191952?s=20

આજે મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને 42 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સૌથી ચોંકાવનારૂ નામ વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણનું છે. યુસુફ પઠાણને બહારામપુર સીટ પરથી ઉમેદવાર જાહેર કરતા સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

પ્રથમ ઇન્ડિયા ગઠબંધન અને ત્યાર બાદ ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે બંગાલના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ દ્વારા 42 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મુળ વડોદરાના ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે. જેને કારણે રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. એકાએક વડોદરાના ક્રિકેટરનું નામ સામે આવતા જ લોકો ચોંકી ઉઠ્યા છે. આ સાથે જ તૃણમુલ કોંગ્રેસ દ્વારા તેમના ફાયરબ્રાન્ડ નેતા મોહુઆ મિત્રાને પણ ક્રિશ્નનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 

Share

Related posts

લોકોમાં ભારે રોષ – નેતાઓને મોઢા ઉપર કહી દિધું દેખાડાબાજી બંધ કરો

gujaratjanekta

જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામાએ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા પર્વ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું

gujaratjanekta

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કાળી મહુડી ગામે મોટર સાયકલ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત બાઇક ચાલકને ગંભીર ઇજા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial