Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

મેઢ ક્ષત્રિય સ્વર્ણકાર સોની સમાજ ગુજરાત પ્રદેશ ની કારોબારી સમિતિની ચૂંટણી યોજાઈ

પંકજ પંડિત : ઝાલોદ 

ઝાલોદ તાલુકાના લીમડી ગામે કારઠ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં મેઢ ક્ષત્રિય સ્વર્ણકાર સોની સમાજની ગુજરાત પ્રદેશ કારોબારી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય મેઢ ક્ષત્રિય સમાજના જગદીશ સોની, અખિલ ભારતીય યુવા સંગઠનના અધ્યક્ષ ગોવિંદ સોની, અખિલ ભારતીય મેઢ સમાજના કોષાધ્યક્ષ શ્યામ સોની, મીડિયા પ્રભારી દિલીપ સોની, મહાવીર સોની ગુજરાત પ્રદેશ કારોબારી પ્રમુખ હર્ષવર્ધન સોની તેમજ મહાવીર સોની, લીમડી સોની સમાજના પ્રમુખ હસમુખલાલ સોની, લીમડી મેઢ ક્ષત્રિય સમાજના મહામંત્રી પ્રવીણ સોની કે જેઓ ગુજરાત પ્રદેશના સદસ્ય તેમજ રાષ્ટ્રીય કાર્યકારીણીનાં પણ સદસ્ય છે તેમજ સુવર્ણકાર સેતુના સંપાદક પ્રકાશ સોની અન્ય રાષ્ટ્રીય આગેવાનો સ્વર્ણકાર સોની સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ચૂંટણીમાં લીમડી ગામના દરેક સેવાકીય પ્રવૃત્તિમાં ખડેપગે હાજર રહેનાર ગામના દરેક પ્રશ્નો ને વાચા આપનાર માનવસેવાના દરેક કાર્યોમાં અમૂલ્ય સમય આપનાર , તન મન અને ધન થી સેવાભાવમાં જોડાનાર એવા પ્રવીણ સોની અને દિવ્યેશ સોનીને અખીલ ભારતીય મેઢ ક્ષત્રીય સોની સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીમાં ચૂંટાઈ આવતા નગરના સહુ સોની સમાજ અભિનંદન પાઠવેલ હતા.

Share

Related posts

ઝાલોદ નગરમાં અચાનક વરસાદ પડતાં વ્યાપારી વર્ગની ગ્રાહકી ખોરવાઈકમોસમી વરસાદ થી પૃથ્વીનો તાત ( ખેડૂત) ચિંતિત પલટાતા હવામાનને લઈ બીમારીઓ વધે તેવી શકયતા

gujaratjanekta

મોરવા (હ) અને કાલોલ તાલુકાની શાળાઓમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈ ગરબા આયોજકો સાથે મીટીંગ યોજી : નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરી ગરબા સ્થળની ચકાસણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial