સંકેત પંડ્યા – એડિટર
વાઘોડિયા તાલુકામાં ૧૦૦ વર્ષ કરતા પણ વધારે જૂની વાઘોડીયા ક્ન્યાશાળા – ૩ ની બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા વિર્ધાર્થીઓને જોખમ નીચે અભ્યાસ કરવો પડતો હતો. જેથી શાળાના આચાર્ય દ્વારા જર્જરીત શાળાની બિલ્ડિંગ ને ઉતારી લેવા માટે રજૂઆત વડી કચેરી ખાતે કરવામાં આવી હતી. જેથી વડી કચેરીએ દરખાસ્ત મંજૂર કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા મકાનને ઉતારી લેવાના આદેશ આપવામાં આવ્યો હતો.
જુઓ વિડીયો :-
આ શાળામાં બાલવાટિકા થી લઇ ધોરણ 1થી 8 નાં 156 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શાળાના નીચેના ભાગ ના ચારે બાજુના પિલ્લર અત્યંત જર્જરીત અને નાળીયા વાળી હોવાના કારણે ચોમાસા દરમિયાન પાણી ટપકવાની સમસ્યા રહેતી હતી. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં તકલીફ પડતી હતી.

ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વાઘોડીયા પ્રાથમિક કન્યા શાળા નં 3 માં સાત ઓરડા વાળી શાળા બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેનુ ખાતમુહ્ત તા.૨૫/૦૮/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ વાઘોડીયાના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે TPO ગોપાલસિંહ, BRC, CRC, SMC ના સભ્યો, ગ્રુપાચાર્ય તથા શાળાના આચાર્ય શ્રીમતી દિપ્તીબેન શાહ અને શિક્ષકગણની ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી પધારેલ મહેમાનોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શોભા વધારી હતી.

વધુમાં વાઘોડીયા પ્રાથમિક કન્યા શાળા નં 3 ખાતે સાત ઓરડાઓની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું.

