Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

માંડવી મઘ્યે સેવા,સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના અભિયાનની રેલીને ઘારાસભ્યના હસ્તે લીલી ઝંડી અપાઈ

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યવ્યાપી સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના ત્રણ અભિયાન અંતર્ગત બીજા દિવસે માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવેએ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. જે રેલી મૌલાના આઝાદ માર્ગ, લુહાર ચોક, ડોક્ટર સ્ટ્રીટ, કંસારા બજાર, ઝાંસીની રાણી રોડ, પ્રો.કે.ટી. શાહ રોડ, જી.ટી. રોડ થઈ ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા સુધી યોજવામાં આવેલ હતી.

આ અવસરે માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવેએ જણાવેલું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વચ્છતાના સંદેશને સેવેલા સ્વપ્નને સાકાર કરવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે ત્યારે આ યજ્ઞમાં સફાઈરૂપી આહુતિ આપી શહેરને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી.

આ રેલીમાં નગરપાલિકાના અધ્યક્ષ હરેશ વિંઝોડા, સેનિટેશન ચેરમેન પિયુષ ગોહિલ, રાજેશ કાનાણી, પારસ માલમ, નિમેશ દવે, વિજય ચૌહાણ, પંકજ ગોર, કમલેશ ગઢવી, મુખ્ય અધિકારી સંજય પટેલ, ચેતન જોષી, પ્રવિણ સુથાર, ભુપેન્દ્ર સલાટ, જયેશ ભેડા, ભરત ડાંગેરા, હાર્દિક મિસ્ત્રી, દેવીયાણ ગઢવી, મયૂરસિંહ ઝાલા, દિપ રૂડાણી, બલરામ વિંઝોડા, વિનોદ મહેશ્વરી, જીગર કોચરા, પિંગલ જોષી, પરેશ ભટ્ટ, શંકર જુવડ તથા શેઠ ગો.હં.ત્ર.વિ. વિદ્યાલય, શેઠ એસ.વી કોલેજ,સરકારી વિજ્ઞાન કોલેજ,શેઠ ગો.બાં.પ્રા. શાળા, તાલુકા પ્રા. શાળા, શેઠ લી.મુ. ભીમાણી પ્રા. શાળા, સ્વામી નારાયણ સંસ્કાર ધામ, ખતીજાબાઈ કન્યા પ્રા.શાળા, હાજી જાનમામદ કાસમ પ્રા.શાળા, જૈન નુતન પ્રા. શાળા, ખલ્ફાન પ્રા. શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Share

Related posts

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ગોધરા શહેર નો વોર્ડ નં ૭ ભગવાન ભરોસે!!

gujaratjanekta

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની ઘટનામાં ચાર ના મોત અનેક લોકો ઘાયલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial