Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાત PWD કોરીકલ એસોસીયેશનના સમર્થનમાં વિરોધપક્ષના નેતા અમીતભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ગુજરાતમાં સરકારી વર્ગ પોત પોતાની માંગો સાથે સત્તામાં બેઠેલા ચહેરાઓને આવેદનપત્ર આપતો રહ્યો છે. લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે તેવામાં સરકાર સમક્ષ બાંધકામ વિભાગે સત્તામાં બેઠેલી સરકાર સામે બાયો ચડાવી હવે લડી લેવાનો મુડ બનાયો હોય તેમ લાગી રહ્યુ છે. છેલ્લા કેટલાય સમયથી પોતાની પડતર માંગણીઓ સાથે રાજ્ય સરકારમાં અરજી સ્વરૂપે રજુઆત કરી ચુકેલા બાંધકામ વિભાગના કર્મચારીઓ આ વખતે લડી લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યુ છે. બાંધકામ વિભાગમાં કચેરી અધિક્ષકોની કુલ – ૨૪ જગ્યાઓ પૈકી ૯૦ % જગ્યાઓ ઘણાં વર્ષોથી ખાલી છે. તમામ મદદનીશ અધિક્ષકોને ક્ચેરી અધિક્ષકનું ઉચ્ચતર પગાર ધોરણ ચુકવાતુ હોવા છતાં કચેરી અધિક્ષક તરીકે બઢતી ન આપવાના કારણે મદદનીશ અધિક્ષકોને તેઓની કામગીરી ઉપરાંત વધારાની કચેરી અધિક્ષકોને કામગીરી સોપવાથી ૧૦% ચાર્જ એલાઉન્સ ચુકવાતું હોવાથી સરકારને નાણાંકીય બોજ સહન કરવો પડે છે તેમજ કચેરીની બેવડી કામગીરીના કારણે સરકારશ્રીની કામગીરી તેમજ પ્રજાની કામગીરી પર અસર પડે છે.
આમ મદદનીશ અધિક્ષકોને કચેરી અધિક્ષકનું પગાર ધોરણ મળતું હોય, કોરી અધિક્ષક તરીકે બઢતી આપવાથી સરકારશ્રીને નાણાંકીય બોજ પડતો ન હોય તેમજ સરકારશ્રીની વહીવટી કામગીરી ઝડપી અને સુગમભરી થઈ શકે તેમ હોય તેમજ નીતી વિષયક બાબત પણ હોવાથી હકારાત્મક અભિગમ અપનાવી કચેરી અધિક્ષકના રેસીયામાં સુધારો કરી સત્વરે નિર્ણય કરી બઢતીની રજુઆત વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી હતી.

Share

Related posts

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta

રાજકોટ બન્યું ઉડતા પંજાબ: ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો

Admin

સુખસર ગામ નજીક એકલવ્ય પેટ્રોલ પંપ ના કર્મચારીઓની ભારે દાદાગીરી સામે આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial