Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન યુવકનું મોત થતાં પરિવારજનોમાં માતમ છવાયો

પંકજ પંડિત – પત્રકાર

મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા ઈનોવા ગાડીમાં સવારે ૫ યુવાઓનુ સાંપોઇ ગામે ગાડી પલ્ટી ખાઈ જવાથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગાડીમાં સવાર ૫ યુવાનો પૈકી બે નું અકસ્માત થયેલ દિવસે જ મોત થયેલ હતું , ત્યાંર બાદ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લેતા કલ્પેશ કોળીના પુત્ર દેવનું મોત થવા પામેલ છે. દેવનું મોત થતાં તેના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના લાડકવાયા દીકરાનું મોત થતાં પરિવારના આક્રંદ થી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મૃતક દેવ કોળીનું મૃતદેહ સહુ પ્રથમ ઝાલોદ મુકામે લાવી ત્યારબાદ તેના પૈત્રુક નિવાસ રણિયાર મુકામે પરિવાર દ્વારા ભારે હૈયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સહુ પરિવારજનો અને સગા સંબંધીઓ દ્વારા ભારે હૈયે તેને અંતિમ વિદાય આપી હતી.

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ટ્રાફિક જાગૃતિ અંતર્ગત સેમિનાર મિઠાલી સરકારી પ્રાથમિક શાળામાં યોજાયો

gujaratjanekta

વડોદરામાં બે દિવસમાં ચાઈનીઝ દોરી વેચનાર 9 પકડાયા, પોલીસ 240 જેટલી રીલ જપ્ત કરી

gujaratjanekta

પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી અને વાર્ષિક રમતોત્સવ નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial