વડોદરામાં બીજા દિવસે પણ ચાઈનીઝ દોરી મામલેટ કડક કાર્યવાહી પોલીસ દ્વારા જારી રાખવામાં આવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પોલીસે સઘન કાર્યવાહી કરતા અત્યાર સુધમાં 240થી વધુ ચાઈનઝ દોરીની રીલ જપ્ત કરી છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા 9 લોકોની ધરપક પણ કરી છે. આગામી સમયમાં વધુ કાર્યવાહી ઉત્તરાયણ સુધી આ પ્રકારે જારી રહેશે. લોકો ઓનલાઈનથી લઈને પોતાના ઘરમાં રાખીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આ મામલે પોલીસે એક પછી એક લોકોની ધરકડ કરી છે.
ઉલ્લેખનીય છે, બે દિવસ પહેલા ચાઈનીઝ દોરી, તુક્કલ વગેરે મામલે સરકારની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. કેમ કે, ઉત્તરાયણ પહેલા ઘાતક દોરીથી લોકોના ગળા કપાયા છે અને અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 8 જેટલા લોકો ઘાયલ પણ દોરીના કારણ થયા છે. જેથી આ મામલે સઘન કાર્યવાહી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે જો કે, આ જ વીકમાં એક યુવકનું પતંગની દોરી ગળાના ભાગે વાગનાવા કારણે મોત નિપજ્યું છે.
આજે નવા ચાઈનીઝ દોરીના રીલ્સ ઝડપાયા
બે દિવસમાં 9 લોકોની ધરપક કરાઈ 240થી વધુ ચાઈનીઝ દોરીની રીલ બે દિવસમાં જપ્ત કરાઈ છે.
સતત બીજા તપાસ ચાલુ રાખતા પોલીસે નવા 20 ચાઈનીઝ દોરીના રીલ્સ જપ્ત કર્યા છે. અલગ અલગ વિસ્તારમાં આ ધરપક કરવામાં આવી છે. 5 હજારની 240 દોરી અત્યાર સુધીમાં જપ્ત કરાઈ છે. વડોદરા ગ્રામ્ય પોલીસ પણ એક્શનમાં જોવા મળી છે.
દોરીથી યુવકનું બે દિવસ પહેલા થયું છે મોત
વડોદરાના નવાપુરા વિસ્તારમાં રબારી વાસ નજીકથી પસાર થઈ રહેલા 30 વર્ષના બાઇક સવારના ગળામાં પતંગનો દોરો ફસાઇ ગયો હતો. અકસ્માત એટલો આઘાતજનક હતો કે યુવાન બાઇકરનું ઘણું લોહી વહી ગયું હતું, જેના કારણે તેની ગરદનની તમામ નસો કપાઈ ગઈ હતી. ગંભીર હાલતમાં યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઉપરાંત ત્રણ દિવસ પહેલા સુરતના કામરેજ ચાર રસ્તા પાસે દોરીના કારણે યુવકનું ગળું કપાયું હતું, આ ઉપરાંત 1 જાન્યુઆરીના રોજ વડોદરામાં દંતેશ્વર મહોલ્લામાં પણ એક વ્યક્તિનું ગળું દોરીના કારણે કપાયું.

