Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

G7 summit 2023 / QUAD દેશોએ નામ લીધા વિના ચીન પર કર્યા જોરદાર પ્રહાર : 2024માં ભારત કરશે મેજબાની, PM મોદીએ વ્યક્ત કરી ખુશી

પ્રાપ્ત માહિતી પ્રમાણે ર્ડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા જાપાનના હિરોશિમા પહોંચ્યા છે ત્યારે મોદીએ હિરોશિમામાં ક્વાડ (QUAD) દેશોના વડાઓ સાથે મુલાકાત કરી. હિરોશિમામાં ‘ક્વાડ’ની વાર્ષિક સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિડા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. ક્વાડ દેશોએ નામ લીધા વિના ચીન પર નિશાન સાધ્યું.

 

PM મોદીએ વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી

G-7 સમિટમાં ક્વાડની બેઠક દરમિયાન PM મોદીએ ક્વાડ દેશોના દિગ્ગજ નેતાઓની સાથે વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, આજે મિત્રોની વચ્ચે આ ક્વાડ સમિટમાં ભાગ લઈને આનંદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો પેસિફિક એ વેપાર, નવીનતા અને વિકાસનું એન્જિન છે.

પીએમ મોદીએ કહ્યું, “હું આ સમિટની સફળ અધ્યક્ષતા માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને અભિનંદન આપું છું. 2024માં ક્વાડ નેતાઓના શિખર સંમેલનને આયોજિત કરવામાં ભારતને ખુશી થશે.” PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ”અમે સર્વસંમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર આ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. રચનાત્મક એજન્ડા સાથે, અમે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે આગળ વધી રહ્યા છીએ. સહિયારા પ્રયાસોથી અમે મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિકના અમારા વિઝનને વ્યવહારુ પરિમાણ આપી રહ્યા છીએ. મારું માનવું છે કે, ક્વાડ વૈશ્વિક ભલાઈ, માનવ કલ્યાણ, શાંતિ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

Share

Related posts

વિના મૂલ્ય આરોગ્ય તપાસ કેમ્પ

gujaratjanekta

ગોધરા શહેર વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો કુંભકર્ણ નિંદ્રા મા અધીન

gujaratjanekta

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન અંતર્ગત વિજ્ઞાન પરીક્ષા કોણ આપી શકે અને ક્યારે યોજાશે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial