પંકજ પંડિત
જાણવા મળેલ બાબત મુજબ મોરવા હડફની 108 એમ્બ્યુલન્સ લઈ તેનો ચાલક એક હોસ્પિટલમા કામ અર્થે રોકાયો હતો ત્યારે 108 એમ્બ્યુલન્સમા ચાલક દ્વારા એમ્બ્યુલન્સમા ગાડીની ચાવી લગાવેલી રહી ગઈ હતી તે દરમિયાન એક અજાણ્યા યુવક એમ્બ્યુલન્સમા ચાવી લાગેલ જોઈ એમ્બ્યુલન્સ હંકારી લઈ ગયેલ હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના ચાલક દ્વારા પોલિસ તંત્રનો સંપર્ક સાધતા મોરવા હડફ પોલિસ એક્શન મોડ પર આવી તાત્કાલિક આગળની પોલિસ ચોકીઓ પર સંપર્ક કરી 108 એમ્બ્યુલન્સ લઈ જનાર ચાલકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ 108 એમ્બ્યુલન્સ સુખસર પોલીસ રેન્જ બહાર જતા તેમણે ઝાલોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તાત્કાલિક ઝાલોદ પોલિસ દ્વારા 108 એમ્બ્યુલન્સ પકડી પાડવા માટે પોલિસ ટીમ તૈયાર કરી હતી ત્યારે બાતમી વાળી 108 એમ્બ્યુલન્સ કલજીની સરસવાણી પાસે આવેલ વેલપુરા ગામની પાસે થી ઝડપી પાડી હતી. ઝાલોદ પોલિસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ચાલક સાથે પકડી પાડી પોલિસ સ્ટેશનમા લઈ જવામાં આવેલ હતા. ત્યાં પોલિસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળેલ હતું કે 108 એમ્બ્યુલન્સ લઈ આવનાર યુવક અસ્થિર મગજનો છે. ત્યારબાદ મોરવા હડફ પોલિસ ઝાલોદ પોલિસ સ્ટેશને આવી 108 એમ્બ્યુલન્સ અને ચાલકને લઈ મોરવા હડફ લઈ ગયેલ હતા. આ બનાવમાં ચાલક ખરેખર અસ્થિર દિમાગનો છે કે જાણીને આવું કૃત્ય કરેલ છે તે તપાસ માટે મોરવા હડફ પોલિસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

