Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ 112 ની સરાહનીય કામગીરી : ગુમ થયેલ યુવકને તેના પરિવારને સોપ્યો

ગુજરાત સરકારની નવી પહેલ સમસ્યા અનેક પણ નિરાકરણ માટે નંબર 112 ની જનસુવીઘા જાહેર જનતા માટે ચાલુ કરવામાં આવી છે. આ સેવાનો લાભ ગુજરાતમાં લાખો લોકો રોજેરોજ લઈ રહેલ છે. 112 ની એક ઉત્તમ અને સરાહનીય કામગીરી ઝાલોદમા જોવા મળી હતી. ઝાલોદ બિયામાળીના પ્રીતેશભાઈને એક અજાણ્યો વ્યક્તિ જેની ઉમર આસરે 65 વર્ષ હતી તે બિયામાળી ખાતે બેઠા જોવા મળેલ હતા અજાણ્યા વ્યક્તિને જોઈ તેઓ દ્વારા 112 મા કોલ કરેલ હતો ફરિયાદી પ્રીતેશભાઈની ફરિયાદના આધારે 112 દ્વારા અજાણ્યા વ્યક્તિ સાથે વાતો કરી કયા ગામના છે તે વિશે માહિતી મેળવી હતી. વાતચીત કરતાં અજાણ્યા વ્યક્તિએ પોતાનું નામ સુરતાન ગવ્યા વસૈયા ( હીરોલા, સંજેલી) હોવાનું જણાવેલ હતું. 112 દ્વારા સુરતાનભાઈ જોડે થયેલ વાતચીતના આધારે તપાસ આદરી હતી અને તેઓ હીરોલા ( સંજેલી ) ના જ છે તે ખરાઈ થયેલ હતું. ભૂલે પડી ગયેલ સુરતાનભાઈને તેમના ભાઈ મગનભાઈને 112 ની ટીમ દ્વારા સોપવામાં આવેલ હતો. આ ગુમ થયેલ વ્યક્તિ 03-10-2025 ના રોજ રાત્રીના 1:45 વાગે મગન ગવ્યા વસૈયાને ( હીરોલા, સંજેલી) 112 ની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં સોપવામા આવેલ હતો. 112 ટીમની ઝડપી કામગીરી થી પરિવારજનો દ્વારા 112 ની ટીમનો આભાર માનવામાં આવેલ હતો. આમ ગુમ થયેલ યુવક ઝાલોદના બીયામાળી માંથી મળતા 112 દ્વારા ગુમ થઈ યુવકને હિરોલા ગામે તેના પરિવારને સોંપવાની સરાહનીય કામગીરી જોવા મળેલ હતી.

Share

Related posts

ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ આવેલ ડંપીંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા તેના પ્રદૂષિત ધુમાડા થી સ્થાનિકોમા આક્રોશ

gujaratjanekta

સરકારી પોલીટેકનિક દાહોદ ખાતે રક્તદાન શિબિર યોજાઈ

gujaratjanekta

ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થી માટે મોટીવેશન અને શુભેચ્છા કાર્યક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial