Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

શ્રી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા – પાવાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તથા સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં વિશેષ વ્યક્તિઓનો સન્માન સમારંભ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર 

 મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા પાવાગઢ – વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભાગવત કથામાં અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના સૌ હોદ્દેદારો સાથે વિરપરા વિભાગના સાત ચોખળા ના સૌ પ્રતિનિધિઓ હાજર રહયા વિરપરા વિભાગ તરફથી પ્રો.નર્મદાશંકર તરવાડી નું સમાજ રત્ન અને શૈલેશકુમાર ઠાકર નું સમાજ ભૂષણ તરીકે સન્માન કરી પ્રમાણપત્ર અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.  વિરપુરા વિભાગનું નવીન સંગઠનની નર્મદાશંકર તરવાડી સાહેબ દ્વારા જાહેરાત કરવામાં આવી. જેમાં વિરપરા વિભાગના પ્રમુખ તરીકે ડો.શરદચંદ્ર પંડ્યા – કીડીયા (હાલોલ) અને વિરપરા વિભાગના મહામંત્રી તરીકે જીજ્ઞેશકુમાર જોષી – ગાંગટા (ગોધરા) ની જાહેરાત કરવામાં આવી.

ભાગવત સપ્તાહમાં ગંગાપુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાત્રે રાસ ગરબા નો સુંદર કાર્યક્રમ યોજાયો સાથે આવતીકાલે મહીસાગર જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનો કથાનું રસપાન કરવા પધારનાર છે. આમ સર્વે સમાજને સાથે રાખી ખુબજ સુંદર આયોજન વરધરી મુકામે કરવામાં આવ્યું છે. વરધરી ગામ અને સૌ આયોજકોનો ઉત્સાહ પણ સરાહનીય છે.


અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા રાષ્ટ્રીય કારોબારી ના હોદ્દેદારો સર્વે શ્રી મધ્યપ્રદેશ રાજ્ય ના પ્રમુખ શ્રી સુનિલભાઈ જોશી બ્રાહ્મણ પરિષદના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બંસી કાકા , રાજસ્થાન રાજ્યના હોદ્દેદારો શ્રી
શ્રી હરિશ્ચંદ્ર ઉપાધ્યાય , શ્રી ગોમતીશંકર પંડ્યા પરિષદના સભ્યો શ્રી ઋષિરાજ ભટ્ટ , શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ જોષી શ્રી બાલકૃષ્ણ જોષી, ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ પંડ્યા અશોકભાઈ જોશી (ક્લાનિકેતન વાળા) શ્રી રાકેશભાઈ પંડ્યા (શાકવાળા) રાકેશભાઈ પંડ્યા (નંદન આરકેડ) શ્રીમતી ગીતાબેન પાઠક,શ્રી રાજેશકુમાર એ જોષી, શ્રી દિવ્યેશભાઈ જોશી, શ્રી મનહરભાઈ ઠાકર અને મોટી સંખ્યામાં પરિષદ અને વિરપરા વિભાગના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Share

Related posts

અહલ્યાબાઈ હોલકરની 299મી જન્મ જયંતિનું દાહોદમાં પહેલીવાર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

gujaratjanekta

સગા ભાઈઓએ કરી પિતાની હત્યા, એક્સ્ટ્રા મેરીટલ અફેરથી હતા ગુસ્સે, લાશને ભઠ્ઠીમાં સળગાવી

Admin

IPLની પ્લે-ઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ, 82 રને પવેલિયન-ભેગી થઈ LSG

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial