Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અમદાવાદમાં રખડતા પશુનો ત્રાસ ચાલુ જ છે, નવ મહિનામાં રખડતા પશુની ૨૮૮૫ ફરિયાદ, ૧૨૪૮ કેસમાં ચાર્જશીટ દાખલ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદના જાહેર માર્ગ ઉપરથી રખડતા પશુઓ પકડવા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.આમ છતાં વિવિધ વિસ્તારોમા રખડતા પશુઓએ જીવલેણ હૂમલો કર્યા બાદ કેટલાક લોકોને તેમનો જીવ પણ ગુમાવવો પડયો છે.હાલમાં પણ શહેરના મોટાભાગના વિસ્તારમા રોડ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહયો છે.

નવ મહિનામાં મ્યુનિ.તંત્રને રખડતા કૂતરાંની ૪૫૯૩ અને રખડતા પશુ અંગે ૨૮૮૫ ફરિયાદ મળી હતી. તંત્રે ૧૪૪૧૨ રખડતા ઢોર પકડયા હતા.અલગ અલગ પોલીસ સ્ટેશનમા ૬૭૫ એફ.આઈ.આર.કરવાની સાથે ૧૨૪૮ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામા આવી હતી. ગુજરાત હાઈકોર્ટ તરફથી શહેરમાંથી રખડતા પશુ પકડવા કડક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામા આવ્યા બાદ ઓગસ્ટ-૨૦૨૨મા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાંથી રખડતા પશુપકડવામાટેખાસમાસ્ટર પ્લાનબનાવીતેનો અમલ શરુ કરાવ્યો હતો.હાલમા શહેરના સાત ઝોનના અડતાલીસ વોર્ડનાવિવિધવિસ્તારમાંથી રસ્તા ઉપર રખડતા પશુ પકડવા માટે મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગને ત્રણ શિફટમા કામગીરી કરવા કુલ એકવીસ ટીમ આપવામા આવી છે.

આ ટીમ સાથે પોલીસ સહિતનો અન્ય સુરક્ષા બંદોબસ્ત પણ તંત્ર તરફથી આપવામા આવ્યોછે.એકવીસ ટીમ ઉપરાંત મોટી સંખ્યામા મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગને વાહનો પણ આપવામા આવ્યા છે.મોટી સંખ્યામા મેન પાવર,બંદોબસ્ત અને વાહનોની સુવિધા આપવામા આવ્યા બાદ પણ ઢોર ત્રાસ અંકુશ વિભાગ તરફથી રોજ પકડવામા આવતા રખડતા પશુઓની સંખ્યા ઓછી હોવાથી મ્યુનિસિપલ કમિશનરે પણ ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીઓસામે નારાજગી વ્યક્ત કરી તેમને કામગીરી વધુ અસરકારક બનાવવા કડકસુચનાઆપીછે. એપ્રિલ-૨૦૨૨થી ડીસેમ્બર-૨૦૨૨ સુધીમા મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગદ્વારા રખડતા પશુને લગતી ૨૮૮૫ ફરિયાદની સામે ૧૪૪૧૨ પશુ પકડયા હતા.પકડવામા આવેલા પશુ પૈકી પશુ પાલકોએ માત્ર ૧૪૩૨ પશુ છોડાવ્યા હતા.કુલ રુપિયા ૭૪૦૯૭૫૨ વહીવટી ચાર્જવસૂલવામા આવ્યોહતો.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી આ જ સમય દરમિયાન રખડતા કૂતરાંની કુલ ૪૫૯૩ ફરિયાદ મ્યુનિ.તંત્રને મળી હતી.નવમહિનામા તંત્ર તરફથી નિયત કરવામા આવેલી સંસ્થાઓ દ્વારા ૩૪૨૪૯ કૂતરાંનુ ખસીકરણ કરવામા આવ્યું હતું.

Share

Related posts

અમદાવાદથી CBI દ્વારા ઝડપાયેલો પાકિસ્તાની જાસુસ ત્યાંની ઈન્ટેલિજન્ટ એજન્સી સાથે કોડ વર્ડમાં કરતો હતો ચેટ, 11 દિવસના રીમાન્ડ

gujaratjanekta

જૂનાગઢના ગીચ વિસ્તારોમાં દિવાળી પર્વે તા 26 સુધી વાહનોને પ્રવેશ બંધી

gujaratjanekta

પંડિત મુસ્તફા દારા શિકોહની પરંપરાને આગળ વધારી રહ્યા છેરૂમી જાફરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial