Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જામનગરમાં હાર્ટ અટેકના કેસોમાં નોંધાયો ઘટાડો, ગત વર્ષે 174 હાર્ટ અટેકના કેસ નોંધાયા હતા

જામનગરની અંદર હાર્ટ અટેકના કેસોમાં પહેલાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની સરખામણી મળતી વિગતો અનુસાર 26 કેસો ઘટ્યા છે. ખાસ કરીને ખાનપાન રહન સહનના કારણે તેમજ લાઈફસ્ટાઈલટમાં મોટો ચેન્જ આવતા હાર્ટ અટેકના કેસોમાં વધારો થતો જાય છે.

સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકમાં વધારો થાય છે. કેમ કે, ડી ડાયમર વધવાની સહીતની સમસ્યા પણ જોવા મળતી હોય છે. ગત વખતે જામનગરની જીજી હોસ્પિટલમાં 174 કેસ નોંધાયા હતા જેમાં આ વખતે ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરના બે મહિનામાં જામનગરમાં હાર્ટ એટેકના 26 કેસમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 2021ના ડિસેમ્બર મહિનાના આંકડાઓ જોવા જઈએ તો જીજી હોસ્પિટલમાં હાર્ટ એટેકના 174 કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં 148 કેસ નોંધાયા છે.

હાર્ટ એટેકથી બચવા બહારના બજારમાં મળતા ફાસ્ટ ફૂડથી દૂર રહો વધારે કેલરીવાળો ખોરાક ન બિલકુલ ના લેવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી, ચિંતા તણાવથી દૂર રહેવું આ ઉપરાંત નિયમિત વ્યાયામ કરવું જરૂરી છે. જો કે, આ તમામ બાબતની સાથે સાથે આપણે લાઈફ સ્ટાઈલ પણ મહદઅંશે સુધારવાની જરૂર છે. કેમ કે, અગાઉ ઘણા વીડિયો સામે આવ્યા હતા જેમાં નાની વયના યુવાનોને પણ આ સમસ્યા જોવા મળી રહી છે.

Share

Related posts

15 વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ નહીં વાપરવા ધર્મગુરુનો આદેશ દાઉદી વ્હોરા સમાજના દરેક બાળકોને માતા પિતાએ ફરમાન ને વધાવી લીધા

gujaratjanekta

“માંડવી ઘારાસભ્ય એ સ્વદેશી લાકડાથી બનતાં જહાજની મુલાકાત લીઘી”

gujaratjanekta

CMની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક, પાક નુકસાની પર મળી શકે છે મોટી રાહત !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial