Gujarat Jan Ekta
તાજા સમાચાર
જાણવા જેવુ

સંગીત તેમજ તેના તાલ પર ઝૂમવું કોને ના ગમે! મેડીટેશન નું બીજું નામ એટલે સંગીત

સંગીત તેમજ તેના તાલ પર ઝૂમવું કોને ના ગમે! વળી આજુબાજુના નકારાત્મક શબ્દો ને વાતો ને અનસૂની કરવામાં જો હેડફોન્સ કે ઈયરફોન્સ નો સહારો લઈને મનગમતું ગીત સાંભળવામાં આવે તો સમજી લો કે ચમત્કાર થઈ ગયો. તમારા મન, મગજ ને સ્વાસ્થ્ય ઉપર હકારાત્મક અસર થી લઈને હાઇપરટેન્શન ને સ્ટોકના દર્દીઓ તેમજ મન થી હારેલા ઉપરાંત અનેક એવા રોગો પર મલમનું કામ કરે છે મ્યુઝિક, કોઈ વાદ્ય થી નીકળતા સૂરો જો કાનમાં રેલાય તો અસંખ્ય સૂક્ષ્મ એવા બેક્ટેરિયાઓનો નાશ થાય જેમાં શંખના સૂરને મોખરે ગણી શકાય ને મોરલીની મધુરતા ને પણ સાંભળી શકાય. ‘મેડિટેશનનું બીજું નામ એટલે સંગીત.’ ઝડપથી વાગતું સંગીત, તબલા કે મૃદંગનો નાદ શરીરમાં ઉત્સાહ અને સ્ફુર્તિ જન્માવે છે. જેમ કે…રાગ દરબારી, કેદાર, મિયામલ્હાર, કલ્યાણ, કાનડા વગેરે શાંત રસ નિષ્પન્ન કરે છે. વાયુ અને પિત્તની વિકૃતિથી થતાં રોગોમાં આ રાગો આધારિત સંગીત ફાયદો કરે. આવા જુદા જુદા રાગ આધારિત મ્યુઝિક સંવેદનશીલ મનને હળવાશ નો અનુભવ કરાવે છે. તો હવે ચિંતા થી રહો મુક્ત ને પોતાને જે સંગીતથી તાજગી અનુભવાય એવું સંગીત ચોક્કસ પ્રદાન કરો ભલે પછી તમને જે રાગ ગમે આ રાગ માં ખોવાય વૈરાગી નો અનુભવ ચોક્કસ થશે.

Share

Related posts

બાય બાય…ગુડ બાય…2022 : ગુજરાત રાજ્યની ઘટનાઓ

gujaratjanekta

અમદાવાદમાં દિવાળી નિમિત્તે પોલીસ કમિશને બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું પ્રતિબંધ ફરમાવાયો

gujaratjanekta

પ્રાકૃતિક ખેતી શું છે… કરવા જેવી ખરી..? – શેરખીના ખેડૂત ઉપેન્દ્રસિંહ મહીડાના અનુભવ અને પ્રતિભાવથી મેળવો જવાબ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial