Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

અમેરિકા: 6 વર્ષના બાળકે સ્કૂલમાં ટીચરને મારી ગોળી, પોલીસે કહ્યું- આ અકસ્માત નહોતો

અમેરિકાના વર્જીનિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 6 વર્ષના બાળકે તેના ક્લાસરૂમમાં ગોળીબાર કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી લાગવાથી કલાસમાં ભણાવી રહેલ ટીચર ગંભીર રીતે ઘાયલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના વર્જિનિયાની રિચનેક એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી. જોકે ગોળીબારમાં કોઈ પણ વિદ્યાર્થીને ઈજા થઈ નથી.

સ્થાનિક પોલીસ વડા સ્ટીવ ડ્રુએ જણાવ્યું કે ગોળીબાર કરનાર માત્ર 6 વર્ષનો બાળક છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસે જણાવ્યું કે પીડિતા એક શિક્ષિકા છે, તેની ઉંમર 30 વર્ષ હોવાનું કહેવાય છે. ગોળી વાગવાથી મહિલા શિક્ષિકાની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું કે આ કોઈ અકસ્માત ન હતો.

ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ મહિલા શિક્ષિકાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની સારવાર ચાલી રહી છે. સાથે જ પોલીસ આ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

શહેરના અધિક્ષક જ્યોર્જ પાર્કરે કહ્યું, “હું આઘાતમાં છું અને નિરાશ છું. આપણે આ સુનિશ્ચિત કરવા માટે સમુદાયના સમર્થનનો જરૂર છે કે બાળકો અને યુવાનો માટે બંદૂકો ઉપલબ્ધ ન હોય.”

ગયા વર્ષે મે મહિનામાં ટેક્સાસમાં એક 18 વર્ષના બંદૂકધારીએ 19 બાળકો અને બે શિક્ષકોની હત્યા કરી દીધી હતી. રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં ગયા વર્ષે ગન ફાયરિંગને કારણે લગભગ 44 હજાર લોકોના મોત થયા છે.

Share

Related posts

વડોદરા – મૃત માણસ થયો ફરીથી જીવીત !

gujaratjanekta

સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિર યોજાઇ

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ધોરણ ૧ થી કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને E KYC કરી લેવા અનુરોધ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial