Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

માનગઢ ખાતે સામાજીક વનીકરણના સહકારથી ગોવિંદ ગુરૂ સ્મૃતિ વનના નવીન પ્રવેશદ્વાર અને પ્રદર્શન હોલનું મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં ચૌ તરફ ગુંજતુ એકમાત્ર સ્થળ એટલે માનગઢ હીલ. માનગઢ ખાતે અનેક પ્રવાસીઓ ગુજરાતના ખુણે ખુણેથી આસ્થા અને કુદરતી નજારો માણવા આવતા હોય છે ત્યારે આ ઐતિહાસિક માનગઢની ટેકરી ઉપર તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુચનથી બનાવવામાં આવેલ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ખાતે નવીન મુખ્ય પ્રવેશ દ્વારા બનાવવામાં આવ્યો. જે પ્રવેશ દ્વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નમો વડ વનના વિઝનના આધાર ઉપર આ નવીન ગેટનું નિર્માણ કરવામાં આવ્યુ.

જેમાં ગેટનો આકાર વડ વૃક્ષની ડાળીઓ જેવો બનાવવામાં આવેલ છે અને તેની ઉપર વડની વડવાઈઓ તથા વડના પાન પણ મુકવામાં આવેલ છે તથા ગોવિંદ ગુરૂ સ્મૃતિ વનના અંદરના ભાગે આ ઐતિહાસિક માનગઢની ટેકરીઓ ઉપર શ્રી ગોવિંદ ગુરૂ અને અહીંના સ્થાનીક આદિવાસી લોકો તથા અંગ્રેજો વચ્ચે થયેલા ઘર્ષણ અને નર સંહારને ઉજાગર કરતા તે સમયના ફોટોગ્રાફ્સ મળવા મુશ્કેલ હોવાથી મળતી માહિતી મુજબ તે સમયે બનેલી ઘટનાઓને ઐતિહાસિક પુસ્તકો ઉપરથી ઘટના અંગેની વિગતો મેળવી વિવિધ સ્મૃતિ ચિત્રો બનાવીને પ્રદર્શન હોલ તૈયાર કરવામાં આવેલો છે. આ ચિત્રો ઉપરથી એવુ જણાય આવે છે કે જો આ જગ્યા ઉપર થયેલા નર સંહારની સંપુર્ણ માહિતી મહાત્મા ગાંધીજીને હોત તો કદાચ આ જગ્યા સંપુર્ણ ભારત દેશમાં જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતા વધારે પ્રચલીત હોત.
આજના આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન માનનીય શિક્ષણ અને આદિજાતી વિકાસ કેબીનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને તેમજ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વર્તુળ ગોધરા ના ડૉ. કરૂપ્પા સ્વામી તથા નાયબ વન સંરક્ષક મહિસાગર એન.વી.ચૌધરીની પ્રેરક ઉપસ્થિતીમાં તથા પી.એમ.ડી ની સાથે ગોધરા, જે.ટી. મકવાણા આર.એફ.ઓ. સહિત તમામ આર.એફ.ઓ તથા સ્થાનીક કર્મચારીઓ/સ્થાનીક ગામલોકોની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યો. મંત્રીશ્રી દ્વારા સારી કામગીરી કરવા બદલ સામાજીક વનીકરણ વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તેમજ વન વિભાગના પ્રયત્નોને બિરદાવીને વધુ સારૂ કામ કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા.

Share

Related posts

લીલવાઠાકોર ગામે મધ્યરાત્રિએ આગથી ઘરખાખ ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ, ઘરવખરી–અનાજ બળીને નષ્ટ જાનહાનિ નહીં, સરકારી સહાયની માંગ સાથે તાલુકા પંચાયતમાં અરજી

gujaratjanekta

પોલીસ સામે કિન્નાખોરીના આક્ષેપ: વડોદરાના ગોત્રી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, DySPના બે પુત્રો અને કારચાલક વચ્ચે મારામારી

Admin

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial