Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

દાહોદનાં ૩૦૦ જેટલા સ્વસહાય જૂથોને રૂ. ૪ કરોડની કેશ ક્રેડિટ સહાય

દાહોદ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ નગરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમમાં ૩૦૦ જેટલા સ્વસહાય જૂથોને રૂ. ૪ કરોડની રકમની ક્રેડિટ સહાય અપાઇ હતી. કાર્યક્રમમાં સ્વસહાય જુથની બહેનોએ પોતાની સફળતાની વાત પણ જણાવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને તેમનો સર્વાગી વિકાસ થાય એ માટે સરકાર પ્રતિબંદ્ધ છે. મહિલાઓ સામાજિક-આર્થિક ક્ષેત્રે આગળ આવે તે માટે સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમને સહાયરૂપ બની રહ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓના તમામ ક્ષેત્રે વિકાસ થાય એ માટે તમામ જરૂરી સહાય વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી પૂરી પાડી છે.
તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં મહિલાઓ મોટી સંખ્યામાં વિવિધ સ્વસહાય જુથોના માધ્યમથી આત્મનિર્ભર બની છે. અત્યાર સુધીમાં ૮૦૦૦ થી પણ વધુ સખી મંડળોને કરોડોનું ધિરાણ-સહાય અપાઇ છે. સ્વસહાય જૂથોના માધ્યમથી મહિલાઓ આર્થિક રીતે પગભર બનતા તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. સરકાર પણ મહિલાઓને તમામ ક્ષેત્રમાં આગળ લાવવા માટે દિવસ-રાત પ્રયાસરત છે. સ્વસહાય જુથની મહિલાઓ હજુ પણ નવી ક્ષિતિજોને સર કરે એ માટે સાંસદશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
 દાહોદનાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ મહિલાઓનો સર્વાગી વિકાસ થાય અને આત્મર્નિભર બને એ માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પરિશ્રમ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
 આ પ્રસંગે ધારાસભ્ય સર્વે શ્રી મહેશભાઇ ભૂરિયા, શ્રી મહેન્દ્રભાઇ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ધાનપુર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, દાહોદ, અગ્રણી શ્રી સરતનભાઇ, શ્રી પર્વતભાઇ ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ. પટેલ, શ્રી સુકુમાર ભૂરિયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Share

Related posts

દાહોદ જિલ્લા સેવા સદન ખાતેના મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

gujaratjanekta

આજ રોજ દાહોદ શહેરના સિટી વિસ્તારના ગોધરા રોડ ખાતે સંકલ્પ યાત્રાનો શુભઆરંભ કરવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ તાલુક પંચાયત ની મનરેગા શાખા મા એસીબી ની સફળ ટ્રેપ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial