Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અમદાવાદ: મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સના 3 હજાર કરોડ વસૂલવા આજથી વ્યાજમાફી યોજના અમલી કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી રહેણાંક તથા કોમર્શિયલ મિલકતના કરદાતાઓ માટે વર્ષ 2022-23 સિવાયની કુલ બાકી મિલકતવેરાની રકમ માટે ટેક્સ ઇન્સેન્ટિવ સ્કીમ અમલમાં મુકાઈ છે. આ સ્કિમ હેઠળ જુદા-જુદા સ્લેબમાં કરદાતાઓને વ્યાજમાફીનો લાભ આપવામાં આવશે. જોકે કોર્પોરેશનને જૂની અને નવી ફોર્મ્યુલા હેઠળ 3 હજાર કરોડની વધુ રકમનું લહેણું કરદાતાઓ પાસેથી વસૂલવાનું બાકી છે. ગત વર્ષની વાત કરીએ તો તંત્રને વ્યાજમાફી યોજના હેઠળ 397 કરોડની રકમ મળી હતી.

6થી 31 જાન્યુઆરી સુધી રહેણાક માટે 80 ટકા, કોમર્શિયલ માટે 60 ટકા વ્યાજમાફી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ પેટે રહેણાંક અને કોમર્શિયલ એમ અલગ-અલગ મિલકતો પાસેથી 3 હજાર કરોડ લેણાં છે, જે પૈકી 40 ટકાથી વધુ રકમ માત્ર વ્યાજની છે. સ્ટેડિંગ કમિટીમાં પ્રોપર્ટી ટેક્સની વર્ષ 2022-23 સિવાયની બાકી રકમ કરદાતા દ્વારા ભરવામાં આવે અને તે સામે વ્યાજ માફી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. 6થી 31 જાન્યુઆરી સુધી મ્યુનિ. રહેણાક મકાનો માટે 80 ટકા અને કોમર્શિયલ એકમો માટે 60 ટકા વ્યાજમાફીની યોજના અમલમાં મૂકશે.

ત્રણ તબક્કામાં અલગ-અલગ રીતે વ્યાજમાફીની યોજના

જ્યારે 1થી 28 ફેબ્રુઆરી સુધીના સમય માટે રહેણાંક મિલકત માટે 75 ટકા તથા કોમર્શિયલ મિલકત માટે 55 ટકા વ્યાજમાફી અને 1થી 31 માર્ચ સુધીના સમય માટે રહેણાંક મિલકત માટે 70 ટકા અને કોમર્શિયલ મિલકત માટે 50 ટકા વ્યાજમાફીનો લાભ આપવામાં આવશે. આમ 3 તબક્કામાં અલગ અલગ રીતે બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના અમલી બનાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, વારંવાર ઉઘરાણી છતાં પણ કેટલાક મોટા ડિફોલ્ટર્સ મ્યુનિ.ને ટેક્સ પેટે બાકી લેણાં આપતા નથી. સ્ટેન્ટિંગ કમિટીના ચેરમેન હીતેશ બારોટે કહ્યું કે, વ્યાજમાફી યોજના હેઠળ ગત વર્ષે મ્યુનિ.ને 397 કરોડની આવક થવા પામી હતી. જ્યારે આ વર્ષે પણ વ્યાજમાફી યોજના હેઠળ મોટી રકમ પ્રોપર્ટી ટેક્સ પેટે મળવાની સંભાવના છે.

Share

Related posts

હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૪ દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન લઈને ભારે ઉત્સાહ

gujaratjanekta

જૂનાગઢના ગીચ વિસ્તારોમાં દિવાળી પર્વે તા 26 સુધી વાહનોને પ્રવેશ બંધી

gujaratjanekta

આઇસીડીએસ શાખા અંતર્ગત ઝાલોદ ઘટક ૧ ના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial