Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

જૂનાગઢના ગીચ વિસ્તારોમાં દિવાળી પર્વે તા 26 સુધી વાહનોને પ્રવેશ બંધી

 સંકેત પંડ્યા – એડિટર
દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ખરીદીના હેતુથી લોકોને અવરજવર વિશેષ રહેતી હોય છે આથી ટ્રાફિક નિયમન માટે ગીચ વિસ્તારમાં વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે જ્યારે વાહન પાર્કિંગ માટે એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શહેરના પંચાંટડી ચોકથી કાળવા ચોક સુધીનો માંગનાથ રોડ તેમજ પંચ હાટડી ચોકથી દિવાન ચોક તરફ જવાનો હવેલી વાળો રોડ સાંકડો છે તેમજ આ રોડ પર મુખ્ય બજાર આવેલી છે દિવાળીના તહેવાર દરમિયાન આ વિસ્તારમાં લોકોની ભીડ હોય છે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી ટ્રાફિક નિયમન માટે આ રસ્તાઓ પર ફોરવીલ ઓટોરિક્ષા છકડો રીક્ષા સ્કૂટર સાયકલો હાથલારી વગેરે તમામ પ્રકારના વાહનો લાવવા કે લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેમાં આઝાદ ચોક પોસ્ટ ઓફિસ પાસેથી પંચ હાટડી ચોક થી દિવાન ચોક તરફ જતા માલીવાડા રોડ ના નાકા સુધી પંચાંટડી ભોક થી ગેબન શાહ પીરની દરગાહ દાણાપીઠ સુધી અને મોર્ડન ચોક થી એમજી રોડ ચિતાખાના ચોક સુધી તથા દાણાપીઠ વિસ્તારમાં ભારે વાહનો જેવા કે બસ ટ્રેક્ટર મેટાડોર જેવા તમામ પ્રકારના ભાર વાહક વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ 26 10 2022 સુધી અમલમાં રહેશે આ જાહેર નામાનો ભંગ કરનાર સામે પગલાં લેવામાં આવશે વાહન પાર્કિંગ માટે એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે
Share

Related posts

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડીયા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

gujaratjanekta

દાહોદ શહેરના કેટલાય વિસ્તારોમા છેલ્લા 15 દિવસથી પાણીની સમશ્યા સર્જાય રહી છે ત્યારે પાલીકા દ્વવારા દાહોદના માર્ગોના ડિવાઇડર પર પાણીનો છટકાવ કરી ધોવાની કામગીરી કરાતા અનેકો સવાલો ઉઠ્યા

Admin

પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial