Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

રાજકોટ – હવે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પદ્ધતિ, રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન બન્યા પૂર્વ મંત્રી રાદડીયા

સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ પદ્ધતિ લાગું કરવામાં આવી  છે. આજે રાજકોટ સહકારી બેન્કના ચેરમેનની નિયુક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં જિલ્લા સહકારી બેન્કના ચેરનમેન તરીકે જયેશ રાદડીયાની વરણી કરવામાં આવી છે.

સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટના આધારે નિયુક્ત કરાય છે. ભાજપના મેન્ડેટ પર રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેન નિમવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી જયેશ રાદડીયાની નિમણૂક સહકારી બેન્કના ચેરમેન તરીકે કરાઈ હતી. આ ઉપરાંત વાઈસ ચેરમેન તરીકે પણ નિયુક્તિ કરવામાં આવ છે. વાઈસ મગન વડાવીયાની વાઈસ ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ છે.

આજે રાજકોટમાં મળેલી ડીરેક્ટરોની બેઠકમાં ચેરમેન અને વાઈસ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.  આ મામલે જયેશ રાદડીયા ચેરમેન બનતાની સાથે જ તેમણે કહ્યું કે, ખેડૂતના હિતમા નિર્ણય લઈશું. 2.5 લાખ સભા સદોના હીતમાં નિર્ણય લઈશું. ખેડૂતોના હીત માટે બેંકે યોજનાઓ મુક છે. બેંક ખેડૂતોની ભાગીદારી બેન્ક છે. ખેડૂતો માટે તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતો માટે બેંકે જે યોજનાઓ બનાવી છે તે દિશામાં કામગિરી કરવામાં આવશે તે વાત પર તેમને ભાર મૂક્યો હતો. રાજકોટમાં જિલ્લા સહકારી બેન્કના ચેરમેન બનતાની સાથે જ તેમણે તેમના હિતમાં નિર્ણય લેવાની અત્યારથી જ સભા સદોને બાહેંધરી આપી હતી.

ઘણા દિવસથી ચર્ચા હતી કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં નવા હોદ્દેદારો તરીકે કોની વરણી કરવામાં આવશે. જો કે, આજે ડીરેક્ટરોની બેઠક બાદ આ નિર્ણય સામે આવ્યો હતો. ખાસ કરીને  ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રે વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં પ્રથમ વખત સહકારી વિભાગ પણ ભાજપ સરકાર દ્વારા શરુ કરાયો છે. ત્યારે  સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર ભાજપના મેન્ડેટના આધારે આ વરણી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રે ઘણા કામો પણ બેન્કિંગથી લઈને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વધારવામાં આવ્યા છે.

Share

Related posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નિમીષાબેન સુથાર ની ઉપસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન અમદાવાદ ખાતે મેડીકલ ક્ષેત્રે કોન્ફરન્સ યોજાઇ

gujaratjanekta

ઝાલોદ ડિવિઝન પોલિસ દ્વારા વિવિધ ગુન્હાઓ અંતર્ગત પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે નિશુલ્ક છાશનું વિતરણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial