Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સુરત શહેરની SD જૈન સ્કૂલ વિવાદમાં આવી, સ્વિમીંગ પ્લાન્ટમાં વિદ્યાર્થી હોવા છતાં ક્લોરીન પ્લાન્ટ ચાલુ કરાયો

વેસુની એસડી. જૈન સ્કુલમાં વિદ્યાર્થીઓ સ્વિમીંગ પુલમાં સ્વિમીંગ કરતા હતા ત્યારે ફીલ્ટર પ્લાન્ટ ચાલુ કરી દેવાતા એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી.જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે સ્કુલના સ્વિમીંગ ટીચર અને કોન્ટ્રાક્ટર સામે વિદ્યાર્થીના તબીબ પિતાએ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

 

સુમુલ ડેરી રોડ રોયલ પાર્કમાં રહેતા ડો.મહેશ શેટા(૪૯)પ્રાઈવેટ હોસ્પિટલમાં ગાયનેક છે. તેમનો 13 વર્ષીય પુત્ર સૌમીલ વેસુની એસડી. જૈન મોડર્ન સ્કુલમાં ધો. ૮માં અભ્યાસ કરે છે. ગઈ તા. 4 નવેમ્બરે સ્વિમીંગના પિરિયડમાં સૌમીલ અને અન્ય 5 વિદ્યાર્થી સ્વિમીંગ કોચ બ્રેવન સેલરની હાજરીમાં સ્વિમીંગ કરતાં હતાં ત્યારે અચાનક પરપોટા નીકળ્યા હતા. સૌમિલને શ્વાસ લેવામાં તકલીફ થતા તે બહાર નીકળી ગયો હતો. પ્રિન્સિપલે ડો.મહેશને ફોન કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.

 

ડો. મહેશે સૌમિલને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સ્વિમીંગ પુલના કોન્ટ્રાક્ટર સંજય ભોલાએ વિદ્યાર્થી સ્વિમીંગ કરી રહ્યાં હતા ત્યારે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરીદેતા નોઝલ વાટે ક્લોરીન ગેસ પાણી સાથે સૌમીલના મોઢામાં ગયો હતો. ડો.મહેશે ઉમરા પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર સંજય ભોલા અને સ્વિમીંગ કોચ બ્રેવન સેલર સામે ફરીયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

 

Share

Related posts

ફતેપુરા મુકામે નવીન બનાવેલ મસ્જીદે આઈશાનું ઉદ્ઘાટન હજરત મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુદયાનવી સાહબ ના વરદ હસ્તે કરવામાં આવશે

gujaratjanekta

ભરૂચ-પાનોલી પોલીસે લૂંટને અંજામ આપનાર ત્રણ ઇસમોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Admin

મોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ભારત સરકાર દ્વારા બંધ કરાયેલ જુની ચલણી નોટો સાથે ૬ ઈસમો ને ઈક્કો ગાડી સાથે પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial