Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે જીરૂની 490 કવીન્‍ટલની આવક, એક મણના ભાવ 5000 થી 5925 રૂપીયાના ભાવે સોદા પડયા

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે જીરૂની 490 કવીન્‍ટલની આવક થવા પામી હતી જેમાં એક મણના ભાવ 5000 થી 5925 રૂપીયાના ભાવે સોદા પડયા હતા. બે દિવસ બાદ આજે ફરી તેજી જોવા મળી હતી અને એક મણના 5925 રૂપીયાની ઓલટાઇમ હાઇ સપાટીએ સોદા પડયા હતા. ચાલુ વર્ષે જીરૂનુ વાવેતર ઓછુ હોય અને જે વાવેતર થયું છે

 

તેમાં બગાડ થતા ચાલુ વર્ષે જીરૂનું ઉત્‍પાદન ઘટે તેવી શકયતા હોય જીરૂના ભાવમાં રોજબરોજ નવા ભાવ સપાટી જોવા મળશે તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.બીજી તરફ છેલ્લા ચાર દિવસમાં કપાસમાં મણે 150 રૂપિયા વધી ગયા છે. રાજકોટ યાર્ડમાં કપાસની 2800 કવીન્‍ટલની આવક હતી અને કપાસ એક મણના 1600 થી 1740 રૂપીયાના ભાવે સોદા પડયા હતા.

 

એક તબક્કે કપાસના ભાવ ઘટીને 1600 રૂપીયા થઇ ગયા બાદ આજે ફરી તેજીનો દોર શરૂ થયો છે. કપાસમાં લોકલ લેવલે રૂપિયા બજારના ભાવ સારા હોય અને ખેડુતો ઉંચા ભાવની આશાએ કપાસ વેચતા ન હોય હાજર માલની ખેંચના કારણે કપાસના ભાવમાં આજે વધારો જોવા મળ્યો હતો.

 

Share

Related posts

ગોધરા બાયપાસ પરવડી પાસે આવેલ ગેસ્ટ હાઉસના માલિક ઉપર હુમલો – જાણો વધુ

gujaratjanekta

ગ્રાન્ટેડ શાળાના વર્ગના 4 ના કર્મચારીઓની વર્ગ 3 માં બઢતી

gujaratjanekta

ફતેપુરા કન્યાશાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial