Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું, 30 રુ. ટિકિટ લઈને એન્ટ્રી

મુખ્યમંત્રી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું છે. રુ. 30 ટિકિટ લઈને એન્ટ્રી લઈ શકાય છે. ફ્લાવર શો પાછળ 2 કરોડથી વધુનો ખર્ચ પણ કરાતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરના ઈવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે “ફ્લાવર શો”નું આયોજન કરવામાં આવ્યું છે.

ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ભીડ ન થાય તે માટે 13 દિવસ દરમિયાન અટલ ફૂટઓવરબ્રિજ બપોરે 2 વાગ્યાથી બંધ રહેશે. રૂપિયા.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન બાગ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આજે બપોરે 12 વાગ્યા બાદ ફ્લાવર શોમાં લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે.  12 વર્ષથી ઉપરના પ્રવેશ માટે રૂ. 30 ફી રાખવામાં આવી છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરની સામે અલગ ટિકિટ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જો કે, સ્કૂલના બાળકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.

અમદાવાદીઓ જેની દર વર્ષે રાહ જોવાતી હોય છે તેવો ફ્લાવર શો આજે ખુલ્લો મુકાયો છે. ફ્લાવર શોમાં લોકો શિયાળામાં એક જ જગ્યાએ 150થી વધુ ફૂલો જોઈ શકશે.
આગામી સમયમાં ભારતમાં જી-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને થીમ પણ તૈયાર કરવામાં આવી છે. ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ પણ લેવી પડશે.

Share

Related posts

પંચમહાલ જીલ્લા વહિવટી તંત્રની કાર્યવાહી : બાળ લગ્ન અટકાવ્યા

gujaratjanekta

ગોધરા ના કાલીયા કુવા ગામે પેસાબ કરવા ગયેલ ઈસમ ને ચાર વન કર્મચારીઓ માર મારતા નોંધાઈ ફરિયાદ!!

gujaratjanekta

ઝાલોદ મીઠાચોક વિસ્તારમાં હિન્દુ મકાન હિન્દુ સમાજના બહારના વ્યક્તિને વેચાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial