Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયાની અધ્યક્ષતા હેઠળ તિરંગા યાત્રાના આયોજન અર્થે મીટિંગ યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના લીમડી અને ઝાલોદ મુકામે 13-08-2025 ના રોજ તિરંગા યાત્રા ધારાસભ્ય મહેશ ભૂરીયાની આગેવાની હેઠળ યોજાનાર છે તે અંતર્ગત પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયા દ્વારા આયોજનની પૂર્વ તૈયારીની રૂપરેખા અંતર્ગત 12-08-2025 ના રોજ સવારે 11 કલાકે યોજાઈ હતી. આવનાર 15 ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર ધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા અંતર્ગત લીમડીમા સવારે 9:30 કન્યાશાળા થી સાઈ મંદિર સુધી તેમજ ઝાલોદ નગરમાં ઝાલા રાજા વસૈયા ચોક થી એ.પી.એમ.સી સુધી યોજાનાર છે. આ તિરંગા યાત્રાના રૂટ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત ઝાલોદ તાલુકા વહીવટી તંત્રની સંકલન મીટિંગ પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી.આ સંકલન મીટીંગમાં સ્કૂલના આચાર્યો પણ ઉપસ્થિત રહેલ હતા.

Share

Related posts

હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ દાહોદ જિલ્લોતિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારી અને નગરજનો ઉત્સાહભેર જોડાયા

gujaratjanekta

જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

gujaratjanekta

દાહોદ જિલ્લામાં મતદારોને સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા કરાઇ રહ્યાં છે પ્રોત્સાહિત

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial