Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર ફાયરિંગ થયું, જાણો શું હતું કારણ?

ભારત અને બાંગ્લાદેશની સરહદ પર ગોળીબારના સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશ તરફથી ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશના કેટલાક બદમાશો ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન કોઈના મોતના સમાચાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે અંધારાનો ફાયદો ઉઠાવીને ઘૂસણખોરો પોતાની હદ સુધી ભાગવામાં સફળ થયા. આ પછીથી સરહદ પર સતર્કતા વધારી દેવામાં આવી છે.

આ ઘટના અનુસાર, આસામના કરીમગંજ જિલ્લામાં કથિત રીતે ભારત-બાંગ્લાદેશ સરહદ પારથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા બદમાશોને રોકવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશના બદમાશોનું એક જૂથ નીલમબજાર વિસ્તારમાં કથિત રીતે ગાયો લઈ જવા અને કીમતી ચીજવસ્તુઓની ચોરી કરવાની યોજના બનાવી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક દેવ શર્માની આગેવાનીમાં પોલીસે મંગળવારે રાત્રે આ વિસ્તારમાં પડાવ નાખ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસની એક ટીમે આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ એક કિલોમીટર દૂર બલિયા બસ્તીમાં બદમાશોની હિલચાલ જોઈ અને તેમને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ તેઓ આ વિસ્તારમાંથી ભાગવા લાગ્યા.

દેવ શર્માએ જણાવ્યું કે પોલીસે ગોળીબાર કર્યો પરંતુ તેઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગવામાં સફળ રહ્યા. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસે જણાવ્યું કે સ્થળ પરથી તીક્ષ્ણ હથિયારો, કેટલાક કપડાં, ચપ્પલ અને ખાવાની વસ્તુઓ મળી આવી છે. નાયબ પોલીસ અધિક્ષકે કહ્યું કે પાડોશી દેશમાંથી થતી ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા માટે ભારત-બાંગ્લાદેશ સરહદે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

Share

Related posts

હર ઘર તિરંગા ‘અભિયાન – દાહોદ કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે Www.harghartiranga.com વેબસાઈટ શરૂ કરી -જાણો વધુ

gujaratjanekta

ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

ગ્રામપંચાયતના વહીવટદારનો ACB એ વહીવટ પકડ્યો : ૪૭,૫૦૦ ની લાંચ ભારે પડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial