Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સેન્ટ હિલેરી સ્કૂલ ખાતે SSV કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

સુરેદ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રાની ખાનગી શાળા સેન્ટ હિલેરી ખાતે ચાલુ વર્ષનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ક્ષેત્રનું પ્રદર્શન યોજાયું હતું. ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં થી 50 જેટલી શાળાનાં વિદ્યાર્થીઓએ 60 જેટલાં પ્રોજેક્ટ મૂકી તમામ ક્ષેત્રમાં તેમની ઉપલબ્ધીઓ અને ક્ષમતાની ઝાંખી કરાવી હતી.ઘર્ષણ અને ગતિ થી વીજ ઉર્જા ઉત્પાદન, લેઝર એઝ એ ગાર્ડ,વિદ્યુત ચુંબકીય સમન્વય, વાયર લેસ પાવર જનરેટર અને કનેક્ટર જેવા અનેક પ્રોજેક્ટ રજૂ કરાયા હતા જો કે ખેતી ક્ષેત્રે ઓર્ગેનિક તેમજ ઓટો સેટિંગ ટપક સિંચાઈ પ્રદર્શનમાં અલગ જ દેખાઈ આવતો પ્રોજેક્ટ રહ્યો હતો. આ તકે ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા નાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહી ને તમામ પ્રોજેક્ટ ને પૂરતો સમય આપી નિહાળ્યા અને સમજ્યા હતા. તેઓએ વિદ્યાર્થી અને શિક્ષક ગણ ને અભિનંદન પાઠવ્યા હતા.

 

સેન્ટ હિલેરી સ્કૂલ ખાતે SSV કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

50 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ મુક્યા

60 થી વધુ પ્રોજેક્ટ રજૂ કરાયા

ધારાસભ્ય વરમોરાએ વિદ્યાર્થીઓને મોટીવેટ કરી અભિનંદન આપ્યા

વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને શ્રેષ્ઠ આપવા ભારત સમર્થ : પ્રકાશભાઈ વરમોરા

 

Share

Related posts

ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્રપાઠવ્યું

gujaratjanekta

પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા ઈકોટુરીઝમ ખાતે સક્ષમ શાળા અંગે BRC – CRC CO. ની બે દિવસીય તાલીમ યોજાઈ – જાણો વધુ

gujaratjanekta

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial