પંકજ પંડિત
ઝાલોદ તાલુકાના માછણનાળા જૂથ પાણી પુરવઠા યોજના સાંપોઈ હેડ વર્ગ મુકામે પાણી પુરવઠા વગેરેમા ફરજ નિભાવતા કર્મચારીઓને જન જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ નરસિંહભાઈ.કે.પટેલ કોન્ટરાક્ટર દ્વારા આ સંસ્થા હેઠળ કામગીરી કરતા કામદારોને નિયત કરેલ પગાર કરતા ઓછો પગાર આપવામાં આવે છે તેવા આક્ષેપો ત્યાં ફરજ કરતા કામદારો દ્વારા કરવામાં આવેલ છે. આ સંસ્થાના મુખ્ય માલિક માછણનાળા જૂથ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સિવિલ પેટા વિભાગ ઝાલોદ છે.ઉપરોકત વિષયે અંતર્ગત ડોડીયાર બાબુભાઈ ભરતભાઈ દ્વારા સાથી-૧૩ કામદારો અખિલ ગુજરાત શ્રમયોગી કામદાર યુનિયનનું જણાવ્યા અનુસાર તેઓને ઉપરોકત વિસ્તારમાં તા. ૧૫/૦3/2024 થી ઉપર મુજબનું કામ કરેલ હતુ. પરંતુ આ બાબતે તેઓની પાસે ચડેલ પગારની માંગણી કરતા ચડેલ પગારની રકમ ન આપી તેમજ પી.એફ.ની રકમ્ર પણ જમા લેતા નથી અને સતત ધાક-ધમકીઓ આપતા રહે છે. આ કામના કોન્ટ્રાકટર ધ્વારા મંજુરોને પોતાની મ રજી પ્રમાણે માત્ર મામુલી રકમ જ ચુકવવામાં આવી રહેલ છે અને કાયદા મુજબ ચુકવવા પાત્ર થતી પગારની રકમ ચુકવતા નથી અને માંગણીઓ કરવા છતાં ખોટા વાપદા કરતા રહેલ છે. આમ કરીને આ કોન્ટ્રાક્ટર ધ્વારા મજુરાત નક્કી કર્યા મુજબની પગારની રકમ ન ચુકવી મામુલી રકમ ચુકવતા હોઈ, અને આમ કરીને મળવાપાત્ર કામદારોના પગારમાં વિલંબ થઈ રહયો છે. તેમજ અમોને નકકી કરેલ ધારા-ધોરણ મુજબ મેન્ટેનન્સ ખર્ચ તેમજ અન્ય જરૂરી ખર્ચની રકમ પણ પુરી પાડતા નથી. જેથી, આ કામના મુખ્ય માલીક અને કોન્ટ્રાક્ટરને બોલાવી કામદારોના કાયદેસરના બાકી પગાર અને ધારા-ધોરણ મુજબ મળવાપાત્ર લાભોની ચુકવણી કરાવી યોગ્ય સ્થાન આપવું તેમજ કાયદાની વખતો-વખતની જોગવાઈઓ મુજબ એમા ફરીયાદી કામદારોનો બાકી નિકળતો પગાર મેળવવાનો કામદારોનો કાયદેસરનો અધિકાર બને છે.આ દરેક કામદારોની હાલ એક જ માંગ છે જે 14 કામદારો છે તેમને નિયત કરેલ પગાર છે તે પ્રમાણે જ વેતન ચૂકવવામાં આવે તેમજ અગાઉ જે નિયત કરેલ પગાર હતો તેના કરતાં આ 14 કામદારોની અંદાજિત 5,44,000 જેટલો જે પગાર બાકી છે તે કામદારોને ચુકવવામાં આવે…હવે જોવાનું રહ્યું કામદારોને આ અંગે ન્યાય મળશે કે નહીં.

