Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચશીલ એસ.આઈ. કૉલેજ ગોધરાની વિદ્યાર્થીની અમિતાબેન રાઠવાએ પંજાબમાં ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

ઓલ ઈન્ડિયા વેસ્ટ અને સાઉથ ઝોન યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટ ગુરૂ કાશી યુનિવર્સિટી-પંજાબ ખાતે યોજાઈ હતી. જેમાં કુલ ૧૦૪ યુનિવર્સિટીએ ભાગ લીધો હતો.

પંચશીલ એસ. આઈ. કૉલેજ, ગોધરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અમિતાબેન ગણપતભાઈ રાઠવાએ શ્રી ગોંવિદ ગુરૂ યુનિવર્સિટી ઇન્ટર કૉલેજ આર્ચરી ટુર્નામેન્ટમાં વિજેતા બનીને ઓલ ઈન્ડિયા વેસ્ટ અને સાઉથ ઝોન યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટમાં શ્રી ગોંવિદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ સ્પર્ધામાં તેણીએ વ્યક્તિગત નોક આઉટ ૫૦મીટરમાં ગોલ્ડ મેડલ, ઇન્ડિયન વ્યક્તિગત ૫૦મીટરમાં સિલ્વર મેડલ અને ઓલ ઓવર ૫૦ અને ૩૦ મીટર રેન્કમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે તેમજ ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટ માટે પસંદગી પામી યુનિવર્સિટી અને કૉલેજનું નામ રોશન કર્યુ છે.

તેમણે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ બદલ પંચશીલ કૉલેજ પરિવાર તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે અને ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી યુનિવર્સિટી અને કૉલેજનું નામ રોશન કરે તેવી શુભકામનો પાઠવે છે.

Share

Related posts

ગુરુદેવ રવિન્દ્ર શાળા વિકાસ સંકુલ 4 ઝાલોદ માં સંકુલ કક્ષા ના વિજ્ઞાન મેળો યોજાયો

gujaratjanekta

ઝાલોદ ગોયલ પેલેશ ખાતે પી.આઈ રાઠવાનો વય નિવૃતિ સમારંભ યોજાયો

gujaratjanekta

ભાજપ કમલમ ખાતે વિવિધ હોદ્દેદારોની નિમણૂક તેમજ વરણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial