Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

જેલમાં KISSના બદલામાં મળ્યો મોબાઈલ ફોન…! કેદી પર આવ્યું મહિલા જેલરનું દિલ

એક મહિલા જેલરને એક કેદી સાથે પ્રેમ થઈ ગયો. આ પછી જેલરે કાયદો તોડીને ઘણા કામો કર્યા. મહિલા જેલરે કેદીને KISS કર્યું, તેની સાથે ઇન્ટિમેટ પણ થઈ. કેદીએ જેલમાં રહીને મહિલા જેલરનો મોબાઈલ ફોન પણ વાપર્યો. જો કે હવે મહિલા જેલરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે.

અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં ડિટેંશન ઓફિસર (જેલર) રહેલી બ્રિટ્ટેની રોક્સેન વોકર પર નાર્કોટિક્સ શિડ્યુલ 2, ગેરકાયદેસર રીતે કેદીની મદદ કરવા, કેદી સાથે સેકન્ડ ડિગ્રી સેક્સુઅલ મિસકંડક્ટના આરોપ લાગ્યા છે.

ચેરોકી કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ જેલર વોકરે કેદી બ્રાયન્ટ કીથ સ્મિથને જેલની અંદર વાપરવા માટે મોબાઈલ ફોન આપ્યો હતો. વોકર 7 ઓક્ટોબરે જેલની અંદર મોબાઈલ ફોન લઈને ગઈ હતી.

WSPA રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વોકરે કેદીને KISS કર્યું અને તેને કામુક રીતે સ્પર્શ પણ કર્યો હતો.

શેરિફ સ્ટીવ મુલરે કહ્યું કે કાયદા અમલીકરણ અધિકારીઓ પણ કાયદાથી ઉપર ન હોઈ શકે. જો કોઈ કાયદો તોડવાનો પ્રયાસ કરશે તો તેને પણ બક્ષવામાં આવશે નહીં. મુલરે વધુમાં કહ્યું કે અમે અમારા સ્ટાફને સતત યાદ અપાવીએ છીએ કે આપણે કાયદાનું પાલન કરવાનું છે.

મહિલા જેલ અધિકારી વોકર ઓગસ્ટથી તેના પદ પર ફરજ પર હતી. 7 ડિસેમ્બરે તેની ધરપકડ કર્યા બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. જોકે બોન્ડ ભર્યા બાદ તેને જેલમાંથી છોડી મુકવામાં આવી.

આવો જ એક કિસ્સો ઓગસ્ટ મહિનામાં પણ સામે આવ્યો હતો. કસ્ટડી ઓફિસર રૂથ શેમલો પર એક કેદી સાથે સંબંધ રાખવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટની સુનાવણીમાં કેદીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ શામલો પર આરોપ હતો કે તે પાંચ મહિના સુધી કેદી સાથે સંબંધમાં રહી. આ સંબંધ એપ્રિલથી ડિસેમ્બર સુધી ચાલ્યો હતો.

Share

Related posts

ભાવનગર માં વડાપ્રધાન મોદી ને અભેદ્ય સુરક્ષા કવચ પુરૂ પડાશે

Admin

ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી ખબર – જાણો વધુ

gujaratjanekta

દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજીની મહત્વની બેઠકયોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial