Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

નેવી, એરફોર્સ ઠીક… અમેરિકાએ સાઉથ કોરિયામાં તૈનાત કરી ‘સ્પેસફોર્સ’, ટેંશનમાં કિમ જોંગ ઉન

અમેરિકાની સ્પેસ ફોર્સે બુધવારે દક્ષિણ કોરિયામાં તેની પ્રથમ વિદેશી કમાન્ડની શરૂઆત કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે તે નોર્થ કોરિયા, રશિયા અને ચીન તરફથી આવનારા ખતરા પર નજર રાખશે. 2019 માં, અમેરિકામાં સ્પેસ ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારપછી આ પહેલીવાર છે જ્યારે તેનો બેઝ કોઈ બીજા દેશમાં બનાવવામાં આવ્યો છે. રાજધાની સિયોલથી 65 કિમી દક્ષિણે આવેલા ઓસાન એર બેઝ ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અહીં સ્પેસ ફોર્સ યુનિટ સ્થાપિત કરવામાં આવશે.

ઉદઘાટન સમારોહ દરમિયાન, સ્પેસ ફોર્સના વડા લેફ્ટનન્ટ કર્નલ જોશુઆ મેકકુલને ઈશારામાં કહ્યું કે આ કમાન્ડનું મુખ્ય ફોક્સ નોર્થ કોરિયા હશે, જે અસ્તિત્વ માટે એક ખતરો છે. તેમણે કહ્યું કે આ એક એવો ખતરો છે જેને રોકવા, બચાવ કરવા અને જરૂર પડવા પર હરાવવા માટે તૈયાર રહેવું જોઈએ. યુએસ સ્પેસ ફોર્સ છેલ્લા 70 વર્ષમાં યુએસ સૈન્યની સૌથી નવી શાખા છે. તે 3 વર્ષ પહેલા કોમ્યુનિકેશન અને સર્વેલન્સ માટે બનાવવામાં આવ્યું હતું. આ ફોર્સ અંતરિક્ષમાં અમેરિકન ઉપગ્રહો અને સંપત્તિઓનું રક્ષણ કરે છે.

સાઉથ કોરિયામાં કેમ બનાવ્યું પહેલું યુનિટ 

હવે એક મોટો પ્રશ્ન એ છે કે તેણે સાઉથ કોરિયામાં પોતાનો પહેલો બેઝ કેમ બનાવ્યો? વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક બ્રુકિંગ્સ ઈન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો અને કોરિયાના પ્રમુખ એન્ડ્ર્યુ યેઓએ તેની પાછળના બે કારણો આપ્યા છે. પહેલું કારણ નોર્થ કોરિયા છે, જેણે વર્ષ 2022માં રેકોર્ડ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરીને અમેરિકાની ચિંતા વધારી દીધી છે. બીજું મોટું કારણ એ છે કે સાઉથ કોરિયા અને અમેરિકન સેના વચ્ચે જૂના અને મજબૂત સંબંધ છે. ઉત્તર પૂર્વ એશિયામાં તે સ્થિરતા બનાવવા માટે છેલ્લા 44 વર્ષથી કામ કરી રહ્યું છે.

આ દેશો પાસે પણ છે સ્પેસ ફોર્સ 

તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2019માં સ્પેસ ફોર્સની સ્થાપનાના પ્રસંગે કહ્યું હતું કે આ યુદ્ધનું સૌથી નવું ક્ષેત્ર છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘સ્પેસ ફોર્સ આપણને આક્રમકતાને રોકવામાં મદદ કરશે.’ યુએસ ઉપરાંત, યુકે, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ પણ સ્પેસ ફોર્સની સ્થાપના કરી છે, જેનો હેતુ અવકાશની રક્ષા કરવાનો છે. સાઉથ કોરિયાની એર ફોર્સે પણ આ મહિને તેના સ્પેસ યુનિટની સ્થાપના કરી છે.

Share

Related posts

જાણો 2023ના વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્યમાં બનેલી કેટલીક મહત્વની અને યાદગાર ઘટનાઓ વિશે

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક  કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં બંધ

gujaratjanekta

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે કતલખાના માંથી બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા ઝડપાયેલો માસનો જથ્થો ગાયનો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial