Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મહિલાઓને ટ્રેનમાં મળશે કન્ફર્મ ટિકિટ, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત – જાણો વધુ

રેલવેએ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે મહિલાઓને ટ્રેનમાં સીટ માટે ચિંતા કરવાની જરૂર નહીં પડે. રેલવે મંત્રીએ મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. જે રીતે બસ અને મેટ્રો ટ્રેનમાં મહિલાઓ માટે અલગ સીટ અનામત રાખવામાં આવે છે, તેવી જ રીતે હવે ભારતીય રેલવે પણ મહિલાઓ માટે સીટ રિઝર્વ રાખશે.

હવે ભારતીય રેલવે દ્વારા લાંબા અંતરની ટ્રેનોમાં પણ મહિલા મુસાફરો માટે ટ્રેનોમાં બર્થ રિઝર્વ રાખવામાં આવી છે. તેની સાથે મહિનાના અંત સુધીમાં મહિલાઓની સુરક્ષા માટે એક પ્લાન પણ તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓની આરામદાયક મુસાફરી માટે ભારતીય રેલવેએ રિઝર્વ બર્થ સહિત ઘણી સુવિધાઓ શરૂ કરી છે.

મહિલાઓ માટે અનામત સીટ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં છ બર્થ રિઝર્વ કરવામાં આવશે. ગરીબ રથ, રાજધાની, દુરંતો સહિતની સંપૂર્ણ વાતાનુકૂલિત એક્સપ્રેસ ટ્રેનોના થર્ડ એસી કોચ (3AC Class) માં મહિલા મુસાફરો માટે છ બર્થ રિઝર્વ કરવામાં આવી છે.

સ્લીપર કોચમાં પણ રીઝર્વેશન

દરેક સ્લીપર કોચ (Sleeper Class) માં 6થી 7 લોઅર બર્થ (Lower Berths), એર કન્ડિશન્ડ 3 ટાયર (3 એસી) કોચમાં ચારથી પાંચ લોઅર બર્થ અને વાતાનુકૂલિત 2 ટાયર (2 એસી) કોચમાં ત્રણથી ચાર લોઅર બર્થ વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરો અને સગર્ભા સ્ત્રીઓ માટે રિઝર્વ છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વેશન ટ્રેનમાં તે ક્લાસના કોચની સંખ્યાના આધારે કરવામાં આવશે.

મહિલા મુસાફરોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા

રેલવે મંત્રીએ જણાવ્યું કે ટ્રેનમાં મહિલા મુસાફરોની સુરક્ષા (Women Passengers Safety) માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ‘પોલીસ’ અને ‘પબ્લિક ઓર્ડર’ એ ભારતના બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્યનો વિષય છે. જો કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) GRP અને જિલ્લા પોલીસ મુસાફરોને વધુ સારી સુરક્ષા પૂરી પાડશે.

આ સાથે રેલવે અને સ્ટેશનો પર મહિલા મુસાફરો સાથે અન્ય મુસાફરીની સુરક્ષા માટે પણ જીઆરપીની મદદથી રેલવે દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. રેલવે પ્રોટેક્શન ફોર્સે સમગ્ર ગત વર્ષે અખિલ ભારતીય પહેલ ‘મેરી સહેલી’ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ ટ્રેનો દ્વારા મુસાફરી કરતી મહિલા મુસાફરોને તેમની સમગ્ર મુસાફરીમાં સુરક્ષા પ્રદાન કરી હતી. 

Share

Related posts

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ખાતે થી 3,39,690 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરાઈ

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

Admin

દાહોદની સરકારી ઇજનેરી કોલેજના ઝોનલ ઓફિસર દ્વારા નવા મતદારો તેમજ 80 થી વધુ વયનાં મતદારો માટે પ્રોત્સાહન હેતુ પોસ્ટકાર્ડ લખી નવીનતમ અભિગમ અપનાવવામા આવ્યો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial