Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રચાર મેદાનમાં રાહુલ ગાંધી – અધ વચ્ચેથી લોકોએ કહ્યું, ટ્રાન્સલેશનની જરુર નથી હિન્દી બોલો

 સંકેત પંડ્યા – એડિટર

આજથી રાહુલ ગાંધી ચૂંટણીના મેદાનમાં છે અને તેમને સભાનું આયોજન દક્ષિણ ગુજરાત સુરતથી કર્યું હતું. તેઓ સભામાં બોલવા ઉભા થયા ત્યારે રાહુલ ગાંધી હિન્દિ બોલતા તેનું ટ્રાન્સલેશન ભરતસિંહ ગુજરાતમાં કરતા હતા આ દરમિયાન થોડો સમય બોલ્યા બાદ લોકોએ સામેથી કહ્યું કે, ટ્રાન્સલેશનની જરૂર નથી તમે હિન્દી બોલી શકો છો. અધ વચ્ચેથી લોકોએ કહ્યું, ટ્રાન્સલેશનની જરુર નથી હિન્દી બોલી શકો છો. આમ તેમણે ભારત જોડો યાત્રાના અનુભવો શેર કર્યા હતા.

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેણે સુરતથી જનસભાને સંબોધન કરતા કહ્યું કે, ભારત જોડો યાત્રામાં અમે 2 હજાર કિમી અંતર કાપી નાખ્યા છે. કોઈ પાછળ રહી જાય, પડી જાય તો તેમને લઈને ઉંચકીને આગળ લઈ જઈએ છીએ. આ પ્રેમ અને કરુણાની યાત્રા છે. કોઈ એ નથી પૂછતું કે, તમારી જાત શું છે, ભાષા કઈ છે. પુરુષ હોય કે મહિલા ભેદભાવ નથી. માનવ સમુદાય ચાલે છે. સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 7.30 સુધી કોઈને થાક નથી લાગતો. જ્યારે મને ગાડીમાં બેસવાની વાત કરી તો હું ચાલીને આવ્યો. લોકોના પગમાં છાલા પડી ગયા બે જણના મૃત્યુ થયા છે પરંતુ આ યાત્રા હજુ ચાલે છે અને ચાલતી રહેશે. 

લોકો તરફથી પ્રેમ અને આશીર્વાદ ખૂબ જ મળી રહ્યો છે. હું આજે ગુજરાત આવ્યો છું અને આ રસ્તો મહાત્માગાંધીએ આ આ દિશા આપી હતી. ભારતને જોડવાનું કામ મહાત્મા ગાંઘી જે ગુજરાતી હતા તેમને કર્યું હતું.  યાત્રામાં સુખની સાથે એક દુખ પણ થાય છે. ખેડૂતો સાથે વાત કરતા થાય છે. આદિવાસીઓ અને પિડીતોને મળીને દુઃખ થાય છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા. 

એક યુવાન મળ્યો તેણે મને કહ્યું કોરોનામાં મારો આખો પરીવાર મૃત્યુ પામ્યો છે. હોસ્પિટલમાં ડૉકટરો સાથે હાથ જોડીને કહ્યું મારા પરીવારને બચાવો પરંતુ બચાવી શક્યા નહીં. આ પ્રકારે લાખો યુવાનો ભારતમાં છે. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવી. આદિવાસીઓની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે. આદિવાસીઓ સાથે મારો અને પરીવારનો જૂનો સબંધ છે.

બીજેપીના લોકો તમને વનવાસીઓ કહે છે, તેઓ એ નથી ઈચ્છાતા કે તમે શહેરોમાં રહો, ભણો અને આગળ વધુ પરંતુ તેઓ ઈચ્છે છે કે, આદિવાસીઓ જંગલમાં રહો અને પછી તમારાથી જંગલ છીનવવાનું કામ કરે છે. 

Share

Related posts

ગિરનાર તીર્થ એ સાધના તથા શુદ્ધિનું સુપર પાવર અને શાંતિનું થર્મલ સ્ટેશન

Admin

એવું તો શું થયું કે પાટીલની થઇ ધરપકડ ? ચુંટણી વચ્ચે ભાજપ માટે ચિંતા વધી

gujaratjanekta

નવી શિક્ષણ નિતીમાં ટ્યુશન કલ્ચર પર કંટ્રોલ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરબલ કરાશે, ગુજરાતમાં છે વધુ આ કલ્ચર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial