Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

એવું તો શું થયું કે પાટીલની થઇ ધરપકડ ? ચુંટણી વચ્ચે ભાજપ માટે ચિંતા વધી

 સંકેત પંડ્યા – એડિટર

 સુરતમાં વિધાનસભાની ચૂંટણી વેળાએ પાંડેસરા અંબિકાનગર જીવન વિકાસ સ્કૂલમાં મત મથકની બહાર ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે વીડિયો બનાવી સોશ્યિલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જેમાં એક હાથમાં કમળના નિશાનને પકડી વિડીયો બનાવ્યો હતો આચારસંહિતા હોવા છતાં ચૂંટણીના દિવસે જ ભાજપના કોર્પોરેટરે વીડિયો મતદાન મથકની બહાર બનાવ્યો હતો. 

બીજી તરફ સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાબતે ચૂંટણી પંચે તપાસનો આદેશ કર્યો હતો. જેના આધારે પાંડેસરા પોલીસમાં પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર જતીન રાણાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે પાંડેસરના નગરસેવક શરદ પાટીલ સામે આચારસંહિતા ભંગનો ગુનો નોંધ્યો છે.

ગત 1લી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ દરમિયાન સુરત શહેરના વોર્ડ નંબર 28 પાંડેસરાના ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે મતદાન કર્યા બાદ એક વીડિયો બનાવ્યો હતો. શરદ પાટીલે મતદાન મથકથી વીડિયો બનાવીને કમળને મત આપવાની અપીલ કરી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

એવું તો શું થયું કે પાટીલની થઇ ધરપકડ ? ચુંટણી વચ્ચે ભાજપ માટે ચિંતા વધી 

Share

Related posts

દાહોદ પોલિસ અધિક્ષક ડૉ રાજદિપ સિંહ ઝાલા ધાવડીયા ચેક પોસ્ટની મુલાકાતે

gujaratjanekta

ઝાલોદ નગરમાં ચમત્કાર : રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળ્યુંશિવલિંગ નીકળ્યુંની વાત નગરમાં ચર્ચાતા નગરજનો દર્શનાર્થે ઉમટયા

gujaratjanekta

ફાંસીની સજા: 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આધેડ શખ્સને નડિયાદની કોર્ટે ફાંસીની સજા ફટકારી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial