Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુરતી મતદારોને રીઝવવા આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરતમાં રેલી

સંકેત પંડ્યા – એડિટર

AAPના સુપ્રીમો કેજરીવાલ અને પંજાબના સીએમ માન સુરતમાં આજે સાંજે રેલીને સંબોધશે. આમ આદમી પાર્ટીનો પ્રચર તેજ જોવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના બન્ને મુખ્યંત્રી કેટલાક દિવસથી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે તેમની પ્રથમ દ્રષ્ટી સૂરત પર પણ છે કેમ કે, કોર્પોરેશનમાં 27 સીટોમાં જીત બાદ આપ પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતની આશા છે ત્યારે આપ દ્વારા અહીંટ ઈટાલિયા સહીતના નેતાને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે મંગળવારે સુરતમાં રોડ શો અને જાહેર સભા કરશે. કેજરીવાલ સાંજે 5 વાગ્યે વરાછા રચના સર્કલ ખાતે રોડ શોમાં ભાગ લેશે અને સાંજે 7 વાગ્યે સિંગણપોર ક્રોસ રોડ પર જાહેર સભાને સંબોધશે. આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોને લઈને તૈયારીઓ તેજ કરાઈ રહી છે. જો કે, રૂટની જાહેરાત કરી નથી.  
આ રોડ શોમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતા વરાછા, કતારગામ, કરંજ, કામરેજ, ઉત્તર વિધાનસભા વિસ્તારોને આવરી લેવામાં આવશે તેવી શક્યતા છે. આવતીકાલે સાંજે 5 વાગ્યે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉધના વિધાનસભા ક્ષેત્રમાં કેજરીવાલ સાથે રોડ શો કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ત્રણેય પાર્ટીઓ દ્વારા જારી રખાયો છે ત્યારે હવે ચરમસીમાએ પ્રચાર પણ પહોંચ્યો છે કેમ કે, ગણતરીના દિવસો બાદ પ્રથમ ચરણનું મતદાન શરુ થશે. ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મહેનત કરી રહ્યા છે. ભાજપ દ્વારા મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 

Share

Related posts

સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયન ઇન્ડિયન ટીમ માં માલપુર તાલુકાની ભાર્ગવી વગીશ કુમાર ભગોરા ની પસંદગી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલિસ સ્ટેશન વિસ્તારના પેથાપુરની જોહર ચોકડી પરથી પિસ્ટલ ચોકડી પર થી એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ પોલિસ

gujaratjanekta

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજપુતાના કંપની ની સામે ખુલ્લી જગ્યા માંથી ચોરી ના મુદ્દામાલ સાથે ૬ ઈસમોને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial