Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ખોડિયાર માતાના મંદિરે આસો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પૂજા અર્ચના સાથે ધ્વજા આરોહણ કરવામાં આવી

પંકજ પંડિત

આજરોજ તારીખ 03-10-2024 ગુરુવાર એટલે આસો સુદ એકમ નવરાત્રીનો પ્રથમ દિવસ ગણાય છે. શાસ્ત્રોમાં નવરાત્રીના નવ દિવસમા માઁ જગદંબાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવાથી માઁ જગદંબાની વિશેષ કૃપા ભક્તો પર બની રહે છે. આજના નવરાત્રિના પ્રથમ દિવસે નગરના સહુથી પૌરાણિક મંદિર એવા ખોડિયાર માતાના મંદિરે માઈ ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટયા હતા.
આજના વિશેષ દિવસે ખોડિયાર માતાના મંદિરે માતાનો વિશેષ શણગાર મનને મોહી લે તેવો હતો. ઉપસ્થિત સહુ લોકોએ માતાના દિપ પ્રાગટ્ય કરી ખોડીયાર માતાની મહાઆરતી કરી હતી. ત્યારબાદ માતાની ધ્વજાની પૂજા અર્ચના કરી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બોલ માડી અંબે જય જય અંબેના ગગનભેદી નારા સાથે માતાના મંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવી હતી. માતાની ધ્વજા આરોહણ કર્યા બાદ માતાના મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આખું મંદિર પરિસર માતા જગદંબાના જય જય જયકાર સાથે ગુંજી ઉઠયું હતું.

Share

Related posts

ઝાલોદ નગરના યુવાનની આગવી સૂઝબુઝ થી બસમાં બેસેલ અંદાજીત સિત્તેર જેટલા મુસાફરોની જાન બચાવી

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણમંત્રી ના નિવેદનને આવકાર્યુ – પરંતુ ૨૦૧૯ થી OLD પેન્શન યોજના માટે આંદોલન કરી રહેલા વિવિધ સંગઠનોને સાથે રાખી નિવેદન કર્યું હોત તો વધારે સારુ !!?

gujaratjanekta

ફતેપુરા તાલુકા માં વીજ કંપનીના મેગા દરોડામાં રૂપિયા એક કરોડ 95 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial