Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

ગુજરાત પ્રચારની કમાન સંભાળશે પીએમ મોદી, વડાપ્રધાનની રાજ્યમાં થશે 25 રેલીઓ, 40 આ નામો પણ પ્રચાર કરશે

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત પ્રચારની કમાન 14 નવેમ્બર પછી પીએમ મોદી સંભાળશે. પીએમ મોદી રાજ્યમાં 25 જેટલી રેલીઓ કરશે.  આ સિવાય પણ ટોટલ 40 નામોની યાદી પ્રચાર માટે બીજેપીએ જાહેર કરી છે. 25 જેટલી રેલીઓમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને ભાજપે બહું પહેલાથી જ પ્રચારનો પ્રચંડ પ્રારંભ કરી દીધો છે. માર્ચ મહિનાથી પ્રચાર ચાલી જ રહ્યો છે ત્યારે આખરી ઘડીમાં ભાજપ જોમ જોશ પુરવા માટે તેમના સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતારશે. જો કે, વિવિધ રાજ્યોના પ્રચારકો અત્યારે તમામ 182 બેઠકો પર અગાઉ પણ પ્રચાર કરી ચૂક્યા છે ત્યારે મોટી સભાઓ ગજવતા નેતા પણ જોવા મળશે.

14 તારીખ બાદ પ્રચંડ પ્રચાર
જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભવ્ય રોડ શો થશે. ભાવનગરમાં પણ રોડ શો કરશે.  કાર્યકર્તા સંમેલન આગામી દિવસોમાં યોજાશે જેમાં વડાપ્રધાન ભાગ લેશે. પીએમ મોદી સાથે જેપી નડ્ડા રહેશે. 14 તારીખ સુધીમાં 182 બેઠકો પર નામો બાકી 16 ઉમેદવારોના જાહેર થાય ત્યાર બાદ આ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ટ્રાયબ બેલ્ટમાં ફોકસ કરવામાં આવશે. 
 

ઝંઝાવાતી પ્રચાર માટે ભાજપે આ 40ની બનાવી યાદી 

1.નરેન્દ્રભાઈ મોદી
2. જે.પી. નડ્ડા
3. રાજનાથ સિંહ  
4. નીતિનભાઈ ગડકરી
5. સી. આર. પાટીલ
6. ભૂપેન્દ્રભાઈ પટેલ
7. અર્જુન મુંડા 
8. સ્મૃતિ ઈરાની
9. અમિતભાઈ શાહ
10.ધર્મેન્દ્ર પ્રધાન
11. મનસુખભાઈ માંડવિયા 
12. ભૂપેન્દ્ર યાદવ
13.પરષોત્તમભાઈ રૂપાલા
14. ભારતીબેન શિયાળ
15. સુધીરજી ગુપ્તા 
16. યોગી આદિત્યનાથ
17. શિવરાજસિંહ ચૌહાણ
18. હેમંત બિશ્વ શર્મા
19. દેવેન્દ્ર ફડણવીસ
20.વિજયભાઈ રૂપાણી 
21. નીતિનભાઈ પટેલ
22. વજુભાઈ વાળા
23. રત્નાકર
24. દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
25. રવિ કિશન 26. 
26 મનોજ તિવારી
27. તેજસ્વી સૂર્ય
28. હર્ષ સંઘવી
29. હેમા માલિની 
30. પરેશભાઈ રાવલ
31.  પ્રદિપસિંહ વાઘેલા
32. વિનોદભાઈ ચાવડા
33.  મનસુખભાઈ વસાવા
34. પૂનમબેન મેડમ
35.  પ્રશાંતભાઈ કોરાટ
36.  શંભુપ્રસાદજી ટુંડિયા
37. કુંવરજીભાઈ બાવળિયા
38. ગણપતભાઈ વસાવા
39. પરષોત્તમભાઈ સોલંકી
40. પરિન્દુ ભગત

Share

Related posts

લોનધારકો માટે રાહતના સમાચાર, RBI દ્વારા રેપો રેટમાં કોઇ જ વધારો નહીં

gujaratjanekta

2022 વિધાન સભા ની ચૂંટણી , વાવ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર

gujaratjanekta

જાણો મહીસાગર જીલ્લામાં કયા ગામમાં કુલ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ?? – કેટલાક ગામોમાં જુની પાઈપ લાઈન ઉપર નવી લાઈન બતાવી સરકારી નાણાંની એૈસી કી તૈસી !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial